Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત : Heavy to heavy rain forecast in Gujarat, 'Red Alert' in 8 districts including Gir Somnath, Amreli today!

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ગીર સોમનાથ, અમરેલી સહીત 8 જિલ્લામાં 'રેડ એલર્ટ'!

Timeછેલ્લું અપડેટ : 05 Jul 2026
લાઇવ ટીવીGoogle News
ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ગીર સોમનાથ, અમરેલી સહીત 8 જિલ્લામાં 'રેડ એલર્ટ'!
સોર્સ : GSTV

સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની સ્થિતિ છે. 4 જુલાઈએ સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 135 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં અમરેલીના ખાંભામાં 7 ઇંચ, નવસારીના ગણદેવીમાં 6 ઇંચ, ચીખલી અને રાજુલામાં 5-5 ઇંચ વરસાદ નોંધાયો છે. તેવામાં હવામાન વિભાગે 9 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

App Store

5 જુલાઈએ 8 જિલ્લામાં રેડ

હવામાન વિભાગની આગાહી અનુસાર, 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં અત્યંત ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે જ્યારે જૂનાગઢ, રાજકોટ, ભરૂચ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ અને પોરંબદર, બોટાદ, આણંદ પંચમહાલ, દાહોદ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે.

6 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા.
યલો એલર્ટ: જૂનાગઢ, રાજકોટ, વડોદરા, છોટા ઉદેપુર, દાહોદ, પંચમહાલ.

7 જુલાઈની આગાહી

રેડ એલર્ટ: નવસારી, વલસાડ.
ઓરેન્જ એલર્ટ: સુરત, તાપી, ડાંગ.
યલો એલર્ટ: અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા.

8-9 જુલાઈએ 7 જિલ્લામાં યલો એલર્ટ

જ્યારે 8 અને 9 જુલાઈએ નવસારી, ડાંગ, તાપી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચન

ગુજરાતના દરિયાકાંઠે ભારે તોફાની પવન ફૂંકાવાની શક્યતા પગલે હવામાન વિભાગે(IMD) આગામી પાંચ દિવસ એટલે કે 8 જુલાઈ 2026 સુધી 'ફિશરમેન વોર્નિંગ' એટલે કે માછીમારો માટેની ખાસ ચેતવણી આપી છે. ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસીસ(INCOIS) દ્વારા પણ 'હાઇ વેવ એલર્ટ' એટલે કે ઊંચા મોજાંની ખાસ ચેતવણી જાહેર કરાઈ છે. જેમાં દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, જૂનાગઢ અને પોરબંદરના દરિયામાં 3.2 થી લઈને 3.5 મીટર જેટલાં ઊંચા મોજાં ઉછળવાની આગાહી છે. કચ્છના દરિયામાં પણ 3.0 થી 3.1 મીટર ઊંચા મોજાં ઉછળશે. તંત્ર દ્વારા તમામ બંદરો પર 'લોકલ કોશનરી સિગ્નલ નંબર 3' (LC-III) લગાવી દીધું છે. આમ, દરિયાકાંઠાના વિસ્તારોને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે, ત્યારે માછીમારોએ આ સમયગાળા દરમિયાન દરિયામાં બિલકુલ ન જવા સૂચન કરવામાં આવ્યું છે.

131 તાલુકામાં મેઘમહેર, અમરેલીના ખાંભામાં 7 ઇંચ, નવસારીના ગણદેવીમાં 6 ઇંચ

image.png
 
image.png
 
image.png
 
image.png
 
image.png