મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વલસાડમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

વલસાડના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર, ધરમપુર, ઉમ

વલસાડમાં ભારે વરસાદ, નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી

વલસાડના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વલસાડ શહેર, ધરમપુર, ઉમરગામ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વલસાડ શહેરના ધરમપુર રોડ ઉપર અને મોગરાવાડી સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયેલો જોવા મળ્યો હતો. જ્યારે ધરમપુર શહેરના એસટી ડેપો રોડ ઉપર વરસાદી પાણીનો ભરાવો થયો હતો. વલસાડના મોગરાવાડી, છીપવાડ રેલવે અંડર પાસ સહિતના વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો છે.

કામગીરી સામે સવાલો ઉઠ્યા

ધરમપુરમાં પડેલા વરસાદને લઈને ધરમપુર સ્ટેટ હોસ્પિટલ, અને ધરમપુર બસ ડેપો પાસે સહિત નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો. ધરમપુર નગર પાલિકાએ કરેલી પ્રીમોન્સૂન કામગીરી સામે પ્રશ્નો ઉઠી રહ્યા છે. વરસાદી પાણીનો ભરાવો થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો. વલસાડ હાઇવે ઉપર પણ કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા સુરત મુંબઇ અને મુંબઈ સુરત તરફ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

લોકોને હાલાકી

વલસાડ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતા સ્થાનિક લોકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. શાળા કોલેજે જતા વિદ્યાર્થીઓ અને નોકરી ધંધા રોજગાર માટે જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આ સમાચાર શેર કરો