મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

આજે પણ વરસાદનું જોર એમનું એમ! ગુજરાતના આ 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામા

આજે પણ વરસાદનું જોર એમનું એમ! ગુજરાતના આ 8 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ

ગુજરાતમાં છેલ્લાં ઘણાં દિવસોથી અનેક વિસ્તારોમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. એવામાં આજે પણ વરસાદ ખમૈયા કરવાના મૂડમાં નથી હવામાન વિભાગ દ્વારા ઉત્તર અને દક્ષિણ ગુજરાતના 8 જિલ્લામાં 10 વાગ્યા સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ સિવાય બાકીના જિલ્લામાં યેલો એલર્ટ રહેશે. 

કયા 8 જિલ્લામાં ભારે વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બનાસકાંઠા, સુરત, મોરબી, જામનગર, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ એલર્ટ રહેશે. આ વિસ્તારમાં ભારે વરસાદ વરસવાની સંભાવના છે.

26 જિલ્લામાં યેલો એલર્ટ

આ સિવાય ગુજરાતના બાકીના 26 જિલ્લામાં યેલો એલર્ટ રહેશે. જ્યાં હળવાથી મધ્યમ સ્તરે છૂટો છવાયેલો વરસાદ જોવા મળી શકે છે. 

આ સમાચાર શેર કરો