મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સતત વરસાદથી માઉન્ટ આબુ જતો રોડ તૂટયો, ભારે વાહનો પર મુકાયો પ્રતિબંધ

રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટઆબુમાં સતત વરસાદ વરસતા કુદરતી સૌંદર્ય સોળે

સતત વરસાદથી માઉન્ટ આબુ જતો રોડ તૂટયો, ભારે વાહનો પર મુકાયો પ્રતિબંધ

રાજસ્થાનના એકમાત્ર હિલસ્ટેશન માઉન્ટઆબુમાં સતત વરસાદ વરસતા કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. ગિરિમથક પર મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા છે. ભારે વરસાદને કારણે માઉન્ટ આબુ જતો રોડ તૂટતાં વહીવટી તંત્રે આ રસ્તો ભારે વાહનો માટે પ્રતિબંધિત કર્યો છે. અરવલ્લી ગિરિમાળા પર આવેલ માઉન્ટ આબુમાં ડુંગરના કોતરોમાંથી વહેતા ઝરણાઓ સહેલાણીઓને મંત્રમુગ્ધ કરી રહ્યા છે. ભારે વરસાદના કારણે માઉન્ટ જવાના મુખ્ય માર્ગ તૂટી જતા પણ તંત્ર દોડતું થયું છે. 

આ સમાચાર શેર કરો