મેઘ મહેર: આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , દરિયો ન ખેડવાની સૂચના
હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં આગામી સાત દિવસમાં વિવિ

હવામાન વિભાગ દ્વારા ફરી એક વખત સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે.રાજ્યમાં આગામી સાત દિવસમાં વિવિધ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે.આગામી 24 કલાકમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
જેમાં બનાસકાંઠા,સાબરકાંઠા,અરવલ્લી અને મહીસાગરનો સમાવેશ થાય છે. 9 તારીખે પણ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદનું યેલો અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.તંત્ર દ્વારા માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.
આ રાજ્યમાં વરસાદની શક્યતા
હવામાન વિભાગની આગાહી અનુસાર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઓડિશા, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, કોંકણ અને ગોવા, મધ્ય મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારેથી મધ્યમ વરસાદ પડી શકે છે.
10મીથી 14મી ઑગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
છેલ્લા કેટલાક દિવસથી વરસાદી માહોલ શાંત છે, ત્યારે આગામી 14 ઑગસ્ટ સુધી રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી અને વલસાડ જિલ્લાના મોટા ભાગના સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છના ઘણા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે.








