VIDEO: ભારે વરસાદને કારણે ગુજરાતભરના ડેમમાં પાણીની પુષ્કળ આવક, નદીઓના નીર છલકાયાં
Gujarat Rain News: ગુજરાતભરમાં વરસાદે કહેર મચાવી છે. રાજ્યભરમાં ઠેક ઠેકાણેથી વરસાદ પડવાને કારણે લોકોએ ભારે હાલાક
Gujarat Rain News: ગુજરાતભરમાં વરસાદે કહેર મચાવી છે. રાજ્યભરમાં ઠેક ઠેકાણેથી વરસાદ પડવાને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. રાજ્યના લગભગ તમામ ડેમ, જલાશય છલોછલ ભરાઈ ચૂક્યા છે. તેમજ નદીઓમાં પણ પાણીના લેવલમાં વધારો થઈ રહ્યો છે.
મહેસાણામાં રાત્રે વરસાદ, ધરોઈ ડેમમાં પાણીની આવક
મહેસાણા જિલ્લામાં સતલાસણા 1 ઇંચ, ખેરાલુ 1.5 ઇંચ, વિસનગર 7 mm, વડનગર 20 mm, વિજાપુર 6 ઇંચ, મહેસાણા 6 mm, કડી 2 ઇંચ, જોટાણા 18 mm વરસાદ નોંધાયો છે. સતલાસણામાં ધરોઈ ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો થયો છે. ધરોઈમાં પાણીની આવકમાં અચાનક જ ધરખમ વધારો જોવા મળ્યો હતો.
ધરોઈ ડેમમાં 59,166 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. જેને પગલે જળસપાટીમાં વધારો થઈ 610.29 ફૂટ પહોંચી છે. બે જ દિવસમાં ધરોઈ જળ સપાટીમાં 2 ફૂટનો વધારો નોંધાયો છે. ધરોઈમાં પાણીનો જથ્થો 59.59 ટકા નોધાયો છે.
નવસારીમાંથી પસાર થતી પૂર્ણા નદીની સપાટી 20 ફૂટ સુધી પહોંચી
નદીની સપાટીમાં વધારો થતાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર આવ્યું છે. જિલ્લા કલેકટરે ટ્વિટ કરી માહિતી આપી હતી. જેમાં તેમણે અફવા પર ધ્યાન ન આપવા માટે તથા અપીલ ઇમરજન્સીમાં જિલ્લા કંટ્રોલરૂમનો સંપર્ક કરવા માટે લોકોને જણાવ્યું હતું.
બનાસકાંઠામાં ભારે વરસાદથી જળાશયોમાં પાણીની આવક વધી
દાંતીવાડા ડેમમાં 6121 ક્યુસેક પાણીની આવક થઈ છે. દાંતીવાડા ડેમની જળસપાટી 557.21 ફૂટ નોંધાઈ હતી ડ્યારે મુક્તેશ્વર ડેમની જળસપાટી 640.35 ફૂટ નોંધાઈ હતી. સીપુ ડેમમાં 2432 ક્યુસેક પાણીની આવક થતા સીપુ ડેમની જળ સપાટી 569.61 ફૂટ પર પહોંચી છે.
પંચમહાલના હડફ ડેમમાં પાણીની આવકને લઈ છોડાયું પાણી
ડેમનો એક ગેટ ૧ ખોલી 600 ક્યુસેક પાણી હડફ નદીમાં છોડવામાં આવ્યું છે. તબક્કાવાર થઈને 1800 ક્યુસેક પાણી હડફ નદીમાં પાણી છોડાશે. ઉપરવાસ અને કેચમેન્ટ વિસ્તારમાં વરસી રહેલા વરસાદથી પાણીની આવક થતાં ડેમની જળસપાટીમાં વધારો થયો છે. જળસપાટીમાં વધારો થતાં રુલ લેવલ જાળવી રાખવા માટે હડફ ડેમમાંથી પાણી છોડાયું છે. હડફ ડેમની જળસપાટી ૧૬૪.૧૦ મીટરે પહોંચતા રૂલ લેવલ જાળવી રાખવાપાણી છોડાયું છે. હાલ હડફ ડેમમાં 450 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.








