મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભરુચમાં ટ્રક ચાલકે અડફેટે લેતાં કાર 25 ફુટ ઘસેડાઈ, જેતપુરમાં બાઈકને ઉડાવી કાર ચાલક ફરાર

ગુજરાતમાંથી અવારનવાર અકસ્માતના સમાચાર સામે આવતા હોય છે. એવામાં રાજ્યના ભરુચ અને રાજકોટ જિલ્લામાં બે ગંભીર અકસ્માતો

ભરુચમાં ટ્રક ચાલકે અડફેટે લેતાં કાર 25 ફુટ ઘસેડાઈ, જેતપુરમાં બાઈકને ઉડાવી કાર ચાલક ફરાર

ગુજરાતમાંથી અવારનવાર અકસ્માતના સમાચાર સામે આવતા હોય છે. એવામાં રાજ્યના ભરુચ અને રાજકોટ જિલ્લામાં બે ગંભીર અકસ્માતોએ સ્વરુપ લીધું હતું. જેમાં કુલ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું જ્યારે અન્ય એક ઈજાગ્રસ્ત પામતા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ભરૂચમાં રેતી ભરેલી ટ્રકના ચાલકે કારને અડફેટમાં લીધી

ભરૂચમાં રેતી ભરેલી ટ્રકના ચાલકે કારને અડફેટમાં લેતાં કાર 20થી 25 ફૂટ ઘસડાઈ હતી. જોકે સદ્દનસીબે કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. લોકો ટ્રક ચાલક નશામાં હોવાનો આરોપ કરી મેથીપાક ચખાડયો હતો. ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલ શુક્લતીર્થ ગામ નજીક માલસામાન ભરેલ ટ્રકની ભારે દોડધામ રહેવા સાથે ટ્રકચાલકો બેફામ બની વાહનો ચલાવતા હોવાની ફરીયાદો ઉઠતી રહે છે.

આ પણ વાંચો : વડોદરામાં વીજ કર્મચારીનું લાઈન રિપેરિંગ દરમિયાન કરંટ લાગવાથી મોત

ત્યારે આજે આ પ્રકારની જ એક ઘટના સામે આવી છે. જેમાં ટ્રકના ચાલકે બેફામ ડ્રાઈવિંગ કરી ભરુચથી નિકોરા જતાં દિલીપસિંહ રાજની કારને અડફેટે લઈ 20થી 25 ફુટ સુધી ઘસડી ગયો હતો. જોકે દિલીપ સિંહનો આબાદ બચાવ થયો હતો. ઘટનાના પગલે લોક ટોળા ઉમટી પડ્યા હતા અને ટ્રક ચાલક નશામાં હોવાનો અને ઓવર લોડ ટ્રક  હોવાના આક્ષેપ સાથે તેને મેથીપાક ચખાડ્યો હતો.

અત્રે એ વાતનો ઉલ્લેખ કરવો રહ્યો કે, આ વિસ્તારમાં રેતી ખનન સાથે જોડાયેલા લોકોથી સ્થાનિકો ત્રસ્ત થવાની સમયાંતરે બુમો ઊઠતી રહે છે. ત્યારે તંત્ર આવા બેજવાબદાર ચાલકો અને તેમના માલિકો સામે કડક કાર્યવાહી કરે તે આવશ્યક છે.

જેતપુરમાં હિટ એન્ડ રન

રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાના સાંકળી ચોકડી પાસે હિટ એન્ડ રનની ઘટનાએ સ્વરુપ લીધું હતું. જેમાં સાંકળી ચોકડી પાસે બાઈક ચાલકને ઉડાડીને કાર ચાલક ફરાર થઈ ગયો હતો. રમેશ ભાઈ ભુવા નામના શખ્સ બાઈક ચાલક સાથે અકસ્માત સર્જીને નાસી છૂટ્યો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક રમેશભાઈ ભુવાનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. મૃતકના મૃતદેહને જેતપુર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોટર્મ અર્થ ખસેડાયો છે. તેમજ ઘટનાની જાણ થતાં જેતપુર તાલુકા પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.

આ સમાચાર શેર કરો