VIDEO : વડોદરામાં કાળઝાળ ગરમી વચ્ચે સયાજી હોસ્પિટલમાં હીટ વેવ વોર્ડ તૈયાર, તંત્ર એલર્ટ
વડોદરામાં ગરમીનો પારો 44 ડિગ્રીની નજીક પહોંચતા સયાજી હોસ્પિટલ દ્વારા હીટ વેવ વોર્ડને

વડોદરામાં ગરમીનો પારો 44 ડિગ્રીની નજીક પહોંચતા સયાજી હોસ્પિટલ દ્વારા હીટ વેવ વોર્ડને સંપૂર્ણ સજ્જ કરવામાં આવ્યો છે. છેલ્લા ચાર દિવસથી તાપમાનમાં સતત વધારો થઈ રહ્યો છે, હાલ હોસ્પિટલની ઓપીડીમાં હીટ વેવના દર્દીઓનો ખાસ વધારો જોવા મળ્યો નથી. તેમ છતાં, મેડિકલ તંત્ર કોઈપણ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા માટે એલર્ટ મોડ પર છે. હોસ્પિટલ તંત્ર દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે કાળઝાળ ગરમીથી બચવા માટે બપોરના સમયે બિનજરૂરી રીતે ઘર કે ઓફિસની બહાર ન નીકળવું અને સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.



