Mahisagar news: હિટ એન્ડ રનની કાળજું કંપાવી દેનારી ઘટના, કારચાલકે બાઇક સવાર યુવકને પાંચ કિમી સુધી ઢસડ્યો
મહીસાગરમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડાસા-લુણાવાડા રોડ પર ક

મહીસાગરમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના સામે આવી છે. મોડાસા-લુણાવાડા રોડ પર કાર ચાલકે બાઈકને અડફેટે લીધા બાદ તેના ચાલકને કારના બોનેટની આગળ પાંચ કિમી સુધી ઢસડ્યો હતો. બાકોર પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
યુવકને કારના બોનેટની આગળ પાંચ કિમી સુધી ઢસડ્યો
પ્રાપ્ત માહિતી મુજબ મહીસાગર જિલ્લાના મોડાસા-લુણાવાડા રોડ પર હિટ એન્ડ રનની સામે આવી છે. જેમાં કાર ચાલકે બાઈકને અડફેટે લીધા બાદ તેના ચાલકને કારના બોનેટની આગળ પાંચ કિમી સુધી ઢસડ્યો હતો. બાઈક ચાલકને અકસ્માત સર્જી બચાવવાને બદલે તેને ઢસડ્યો હતો. અન્ય કારચાલકો દ્વારા કારચાલકને રોકી પોલીસના હવાલે કરાયો છે. સમગ્ર ઘટનાની જાણ બાકોર પોલીસને થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.




