મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં HMPV વાયરસના પ્રથમ કેસને લઇને આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાતમાં ચીનના વાયરસ HMPVનો પ્રથમ કેસ નોંધાયો છે. ચીનના વાયરસને લઇને ગુજર

ગુજરાતમાં HMPV વાયરસના પ્રથમ કેસને લઇને આરોગ્ય મંત્રીનું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાતમાં ચીનના વાયરસ HMPVનો પ્રથમ કેસ નોંધાયો છે. ચીનના વાયરસને લઇને ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે મોટું નિવેદન આપ્યું છે. આરોગ્ય મંત્રીએ કહ્યું કે- ડરવાની જરૂર નથી.

આરોગ્ય મંત્રીએ શું કહ્યું?

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું કે, 'આ HMPV વાયરસ છે તે 2001થી છે આ જૂનો વાયરસ છે પરંતુ હમણાં ચીનમાં ન્યૂઝમાં જોયું છે તે પ્રમાણે ત્યા ફેલાવો વધારે છે. ડરવાની જરૂર નથી. કોવિડની અંદર જે પ્રકારના લક્ષણો હતા તેનાથી પણ હું માઇલ્ડ કહીશ.કેન્દ્રીય એજન્સીઓ દ્વારા જે ગાઇડલાઇન આવે તેને આપણે ફોલો કરીશું. હજુ સુધી ગુજરાતમાં એક પણ કેસ નોંધાયો નથી. તકેદારીના ભાગરૂપે હોસ્પિટલની અંદર RTPCRની સગવડ હતી ત્યાં તેનું ટેસ્ટિંગ થાય તેવી વ્યવસ્થા આપણે ઉભી કરીશું.'

ભારતમાં HMPV વાયરસના ત્રણ કેસ

ભારતમાં પણ ચીનના આ વાયરસના કેસ સામે આવ્યા છે. ભારતમાં HMPV વાયરસના ત્રણ કેસ સામે આવ્યા છે. બે કર્ણાટક જ્યારે એક કેસ ગુજરાતમાં સામે આવ્યો છે.

આ પણ વાંચો:ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ નોંધાતા ખળભળાટ, 2 મહિનાનું બાળક પોઝીટીવ

કર્ણાટકમાં સામે આવ્યા બે કેસ

બેંગલુરુની એક હોસ્પિટલમાં આઠ મહિનાની બાળકીમાં HMPV વાયરસ મળી આવ્યો છે. આરોગ્ય વિભાગનું કહેવું છે કે અમે અમારી લેબમાં તેનું પરીક્ષણ કર્યું નથી. ખાનગી હોસ્પિટલમાં આ કેસનો રિપોર્ટ આવ્યો છે. ખાનગી હોસ્પિટલના આ અહેવાલ પર શંકા કરવાનું કોઈ કારણ જણાતું નથી.

તમને જણાવી દઈએ કે HMPV સામાન્ય રીતે બાળકોમાં જ જોવા મળે છે. HMPV તમામ ફ્લૂ નમૂનાઓમાં 0.7 ટકા હિસ્સો ધરાવે છે. આ વાયરસનો તાણ શું છે તે હજુ સુધી જાણી શકાયું નથી.

અમદાવાદમાં પણ સામે આવ્યો એક કેસ

ચીનના ખતરનાક વાયરસની ભારતની સાથે ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ ચૂકી છે. 2 મહિનાના બાળકનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. બાળકને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.  ખાનગી લેબ માં બાળકો HMVP રિપોર્ટ પોઝિટિવ  આવ્યો છે. બાળક મૂળ મોડાસા પાસેના ગામનું  છે. અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં તેને દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની તબિયત સ્થિર છે. બાળકને શરદી અને તાવના લક્ષણો જોવા મળતા તેને અમદાવાદ લવાયો હતો. 

આ સમાચાર શેર કરો