Rajkot news: સિવિલ દવા ખરીદી કૌભાંડમાં આરોગ્ય કમિશનરના તપાસના આદેશ, બદલી થયેલા ઈન્ચાર્જ દવાના સ્ટોરમાં ફાઈલો સાથે દેખાયા!
ગુજરાતની રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સિવિલ હોસ્પિટ

ગુજરાતની રાજકોટ સિવિલ હોસ્પિટલ વિવાદમાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે સિવિલ હોસ્પિટલમાં દવા ખરીદીમાં કૌભાંડ સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સિવિલમાં 20 કરોડની દવાની બારોબાર ખરીદી કરવામાં આવી હતી, જેમાં કૌભાંડની આશંકાએ આરોગ્ય કમિશનરે તપાસના આદેશ આપ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે સિવિલમાં દવાના સ્ટોર ઇન્ચાર્જ ડૉ. જે કે નાથવાની બદલી કરવામાં આવી હતી.
ડોક્ટર નથવાણી દ્વારકા બદલી કરતા કૌભાંડ સામે આવ્યું
ડોક્ટર નથવાણી દ્વારકા બદલી કરતા કૌભાંડ સામે આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે ડોક્ટર નથવાણી દવાના સ્ટોરમાં ફાઇલો લઈને બેઠા હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. વાયરલ વીડિયોમાં ડોક્ટર નથવાણી જે ફાઈલ સાથે જોવા મળ્યા તે અંગે પણ રહસ્ય ઘેરાઈ રહ્યું છે, જોકે આ મામલે આરોગ્ય કમિશનરે તપાસના આદેશ આપ્યા છે.




