મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

‘લોકો ગૌચરની જમીનના માલિક, અદાણીને આપેલી જમીન લોકોને પરત કરો’ હાઈકોર્ટનો આદેશ

અમદાવાદ: કચ્છના નાવિનાર ગામની ગૌચરની જમીન સરકાર દ્વારા અન્ય હેતુ માટે આપવા

‘લોકો ગૌચરની જમીનના માલિક, અદાણીને આપેલી જમીન લોકોને પરત કરો’ હાઈકોર્ટનો આદેશ

અમદાવાદ: કચ્છના નાવિનાર ગામની ગૌચરની જમીન સરકાર દ્વારા અન્ય હેતુ માટે આપવા મામલે ગુજરાત હાઇકોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. હાઇકોર્ટે મહત્વપૂર્ણ આદેશ આપતા કહ્યું છે કે ‘ગૌચરની જમીન સરકારની નથી, લોકો તેના માલિક છે. અદાણીને આપેલી જમીન લોકોને પરત આપો.’

રાજ્ય સરકારે 231 એકર જમીન SEZ પાસેથી પરત લેવા કોર્ટ સમક્ષ ઠરાવ કર્યો છે. ગૌચરની જમીન તમે કેવી રીતે અન્ય હેતુ માટે આપી શકો, ગૌચરની જમીન આપો તો સામે વૈકલ્પિક ગૌચરની જમીન હોવી જોઈએ તેવું અવલોકન કોર્ટે કર્યું હતું.

રાજ્ય સરકારે 6-7 કિમી દૂર વૈકલ્પિક ગૌચરની જમીન આપવાનું કહેતા હાઈકોર્ટે ઝાટકણી કાઢી હતી. હાઈકોર્ટ કહ્યું હતું કે, ‘ચરવાહાઓ ચાલીને 6-7 કિમી પશુઓને લઈને ત્યાં જશે?’ SEZ દ્વારા આ અરજીનો વિરોધ કરતા કોર્ટે કહ્યું કે ‘તમે સરકારનાં ઠરાવને અલગથી પડકારી શકો છો’

મુંદ્રા તાલુકામાં મુંદ્રા પોર્ટ અને SEZ માટે ગામની ગૌચરની જમીન લઇને તેમને આપવામાં આવેલી વૈકલ્પિક જમીન સામે અરજી કરાઈ હતી. અદાણીને આપેલી જમીન પરત ગ્રામજનોને આપવા હાઈકોર્ટે કહ્યું છે. 2011માં ગુજરાત હાઇકોર્ટમાં કચ્છના મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના 12 જેટલા અરજદારોએ જાહેર હિતની અરજી કરી હતી. ગૌચર માટે 200થી 300 એકરની જમીનની જરૂર હતી. ત્યારે ફક્ત 40 એકર જમીન જ ગ્રામજનો પાસે હતી. ત્યારે સરકારે 2013માં 1331 એકર આપવા કહ્યું હતું. જોકે એફિડેવિટ ફાઈલ કરીને તેમની પાસે 8 એકર જણાવ્યું હતું. મુદ્દો સુપ્રીમ સુધી પહોંચ્યો હતો.

ત્યારે ચાલુ વર્ષે હાઇકોર્ટે ગૌચરની જમીન ગામના લોકોને પરત આપવા આદેશ કર્યો છે. અદાણીએ હવે આ જમીન પરત આપવી પડશે, અદાણી પાસેથી 100 હેક્ટર જેટલી જમીન પરત નવીનાળના લોકોને આપવામાં આવશે.

અદાણી મુન્દ્રા પોર્ટ-SEZના કારણે ગામની ગૌચર ન બચી

2011માં ગુજરાત હાઇકોર્ટમાં કચ્છના મુન્દ્રા તાલુકાના નવીનાળ ગામના 12 જેટલા અરજદારોએ જાહેર હિતની અરજી કરી હતી. જેમાં ગામની ગૌચરની જમીન વર્ષ 2005માં અદાણી મુન્દ્રા પોર્ટ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ)ને આપી દેવામાં આવી હોવાથી ગામમાં કોઈ ગૌચર જમીન બચી નથી. તેથી તે ગૌચર જમીન માટે અરજદારોએ અરજી કરી હતી. ત્યારબાદ અલગ અલગ સુનાવણીઓમાં કેન્દ્ર સરકારે પણ કમિટીની રચના કરી હતી.

આ સમાચાર શેર કરો