સુરતમાં હવસખોરે જન્મદિવસના બહાને કિશોરી સાથે કરી બળજબરી, વીડિયો ઉતારી બ્લેકમેઈલની આપી ધમકી
સુરતના માંગરોળની સગીરા સાથેના ગેંગરેપના પડઘા હજુ શાંત નથી ત્યાં ત્યાં હવસખોરો બેફામ બન્યા હોય એવી સ્થિ

સુરતના માંગરોળની સગીરા સાથેના ગેંગરેપના પડઘા હજુ શાંત નથી ત્યાં ત્યાં હવસખોરો બેફામ બન્યા હોય એવી સ્થિતિ નજરે પડી રહી છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં કિશોરી સાથે હવસખોરે બળજબરીથી દુષ્કર્મ આચર્યુ હતું. બાદમાં તેણીનો વીડિયો બનાવી લઈને બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
જન્મદિવસના બહાને દુષ્કર્મ આચર્યું
પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ યુવક મોહમ્મદ હુઝેફા (ઉ.વ.આ.22) 13 વર્ષીય સગીરા સાથે ઈન્સ્ટાગ્રામના માધ્યમથી મિત્રતા કેળવી હતી. તેની સાથે પ્રેમ સંબંધ બાંધી તા. 9 મેના રોજ આરોપી જન્મદિવસ ૫૨ ઉજવણી કરવા માટે સગીરાને બળજબરી કરી પોતાના ઘરે લઈ ગયો હતો. અહીં એકલતાનો લાભ લઈ તેની મરજી વિરૂદ્ધ અવારનવાર ત્રણેક વખત શરીર સંબંધ બાંધ્યો હતો.
ગર્ભવતી કિશોરી બની હતી
હવસખોર ત્યારબાદ પણ ફરીથી પોતાના ઘરે લઈ ગયો હતો. જબરજસ્તી કરી સગીરા સાથે બળાત્કાર ગુજાર્યો હતો. ફક્ત એટલું જ નહીં આરોપીની હવસની શિકાર બનેલી સગીરા ગર્ભવતી બની ગઈ હતી. અંતે આરોપી વિરુદ્ધ ગોડાદરા પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાવવામાં આવ્યો હતો. પેટમાં દુખાવો થતાં ખબર પડી કે બાળકી ગર્ભવતી છે. આરોપી સગીરની ધરપકડ કરવામાં આવી છે.








