આણંદ: હેવમોર આઈસ્ક્રીમના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર, પેઢીને લાખોનો દંડ ફટકાર્યો
ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આણંદમાંથી લીધેલા હેવમોર આઈસ્ક્રીમના નમૂના સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા હતા. જેથી આણંદ નિવા

ત્રણ વ્યક્તિઓને રૂ.૧૦ હજારનો દંડ ફટકાર્યો
આણંદના વિઠ્ઠલ ઉદ્યોગનગર જીઆઇડીસીમાં પ્લોટ નંબર ૧૨૯/બી પર આવેલી વીપ્રા એજન્સી ખાતેથી અલ્પેશભાઇ રવિન્દ્રભાઇ પટેલ પાસેથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે હેવમોર ક્રન્ચી ક્રીમ એન્ડ ઓહ સો નટ્ટી બટરસ્કોચ આઈસક્રીમ (૭૦૦ એમએલ કોમ્બોના બે કાર્ટુન)ના નમૂના લઈ પૃથ્થકરણ માટે ભૂજ મોકલ્યા હતા. જે સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે.
આણંદના એજ્યુડિકેટિંગ ઓફિસર અને નિવાસી અધિક કલેકટરે આણંદની વીપ્રા એજન્સીના અલ્પેશભાઇ રવિન્દ્રભાઇ પટેલ (નમૂનો આપનાર એફબીઓ), વીપ્રા એજન્સીના માલિક દિપેશકુમાર રવિન્દ્રભાઇ પટેલ અને અમદાવાદ- નરોડા જીઆઇડીસીના પ્લોટ નંબર ૧૮૫/એ ખાતે આવેલી હેવમોર આઈસ્ક્રીમ લિ. ઉત્પાદક પેઢીના માલિક દિપકભાઇ ભગવતીપ્રસાદ શર્માને વ્યક્તિગત રીતે રૂ. ૧૦ હજાર તથા ઉત્પાદક પેઢી હેવમોર આઈસ્ક્રીમ લિ.ને રૂ. ૧ લાખનો દંડ ફટકાર્યો છે.




