સુરતમાં વ્યાજખોરોનો ત્રાસ યથાવત, રૂપિયાના બદલામાં લખાવી લેવાતી હતી મિલકત, કારીગરો પાસેથી 15 ટકા વ્યાજ વસૂલતા
સુરતમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. અલગ અલગ રીતે ગુ

સુરતમાં વ્યાજખોરો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે. અલગ અલગ રીતે ગુનાઓ નોંધીને વ્યાજખોરોને દબોચી લેવામાં આવી રહ્યા છે. ત્યારે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયાના બદલામાં વ્યાજ વસૂલ્યા બાદ પણ મિલકતો લખાવી લેવાથી હોવાનું સામે આવતા પોલીસ દ્વારા આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે
ઘરની ફાઈલ પોતાની પાસે રાખતો
શહેરની અલગ-અલગ હોટેલમાં હાઉસ કીપિંગ માટે કોન્ટ્રાક્ટ પર લોકોને નોકરી પર લગાવતો હતો અને ત્યારબાદ આ જ લોકોને વ્યાજે રૂપિયા આપી તેમના પગારમાંથી 10થી 18 ટકા વ્યાજ કાપીને પગાર આપતો હતો. પાંડેસરા પોલીસે કોન્ટ્રાક્ટર દીપક ઢીવરેની ધરપકડ કરી છે. વ્યાજખોર લાંબા સમયથી કર્મચારીઓનું શોષણ કરતો હતો. ફક્ત એટલું જ નહીં વ્યાજખોર લોકોની ઘરની ફાઈલ પોતાની પાસે રાખતો હતો. વ્યાજખોર વ્યાજે પૈસા આપી લોકોની મિલકત પોતાના નામે લખાવી લેતો હતો. પૈસા આપી દીધા છતાં લોકોને ફાઈલ પરત કરતો ન હતો. પોલીસ ને વ્યાજખોરના ઘરમાંથી ચારથી વધુ ફાઈલો મળી આવી છે. વર્ષ 2008થી લઇ 2024 સુધી વ્યાજખોરે નજીક કિંમતે મકાન પોતાના નામે કરાવી હોવાનો દસ્તાવેજો મળી આવ્યા છે.
અલગ સિસ્ટમ બનાવી હતી
એસીપી ઝેડ.આર દેસાઈએ કહ્યુ કે, આરોપીના ઘરમાંથી ચાર ફાઇલ મળી આવી છે. લોકોએ પૈસા ચૂકવી દીધા હતા તેમ છતાં તેમને મિલકતની ફાઈલ આપી નહોતી. વર્ષ 2008થી લઈ આજ દિન સુધીમાં એવી પણ ફાઈલ મળી આવી છે, જે માટે એને નજીવી રકમમાં મિલકત પોતાના હસ્તે કરી લીધું હોય. વ્યાજે લોકો પૈસા લઈ જાય તેવી સિસ્ટમ તેણે બનાવી હતી. જે લોકો હાઉસકીપિંગ નું કામ કરે છે. તેઓએ જણાવ્યું હતું કે, તેમને નાનકડું પેમેન્ટ આપી વ્યાજના પૈસા પોતાની પાસે રાખી તેમના મજબૂરીના લાભ આરોપી લેતો હતો. આરોપી વિરુદ્ધ ચાર ગુના દાખલ કરવામાં આવેલ છે.








