મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વસ્તી ગણતરીના કામે નીકળેલા શિક્ષિકાનો અર્ધનગ્ન અવસ્થામાં મળ્યો મૃતદેહ

ધોળકાના કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલ પાસે હત્યા કરેલી અર્ધનગ્ન અવસ્થામાં મહિલાન

ધોળકાના કેલિયા વાસણા અને શેખડી ગામ વચ્ચે આવેલી નર્મદા કેનાલ પાસે હત્યા કરેલી અર્ધનગ્ન અવસ્થામાં મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. મૃતદેહને સળગાવવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. મૃતકની ઓળખ રીના ઝાલા તરીકે કરવામાં આવી છે. તેઓ ચલોડા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે કાર્યરત હતાં અને વસ્તી ગણતરીના કામે કેલિયા વાસણા ગામે આવ્યાં હતાં. સાંજ સુધી ઘરે ન પહોંચતાં પરિવારે ધોળકા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.

ખેડૂતે મૃતદેહ જોઈ પોલીસને જાણ કરતાં તપાસ શરૂ થઈ છે. પોલીસે ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદથી આરોપીની શોધ શરૂ કરી છે. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

આ સમાચાર શેર કરો