VIDEO: અમદાવાદના મેઘાણીનગર હત્યાનો ભેદ ઉકેલાયો, આરોપીઓની અટકાયત
અમદાવાદના મેઘાણીનગરમાં દિનદહાડે સરાજાહેર હત્યા કેસ પોલીસે ઉકેલી નાખ્યો છે. અને હત્યા કરવામાં વપરાયે

અમદાવાદના મેઘાણીનગરમાં દિનદહાડે સરાજાહેર હત્યા કેસ પોલીસે ઉકેલી નાખ્યો છે. અને હત્યા કરવામાં વપરાયેલા મોટર સાયકલ અને ચપ્પુ સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. હત્યાની ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલા બાળ કિશોરોનો ઉપયોગ કરાયો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી છે.
બીજી જૂને કલાપીનગર પાસે ગુલબર્ગ સોસાયટીના ગેટ નજીક 25 વર્ષીય હરેશ ઉર્ફે વ્હોટસન પટણીની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. પોલીસની અલગ-અલગ ટીમોએ ઘટનાસ્થળની આસપાસના CCTV કેમેરા અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ ગુનામાં તમામ આરોપીઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.




