મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના હનુમાનજીના મંદિરમાંથી ચોરી કરનારો રીઢો તસ્કર ઝડપાયો, અગાઉ નોંધાઈ ચૂક્યા છે 8 ગુના

સુરતમાં હવે લોકોના ઘરની સાથે ભગવાનના મંદિરોને પણ તસ્કરો નિશાને લઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. કા

સુરતના હનુમાનજીના મંદિરમાંથી ચોરી કરનારો રીઢો તસ્કર ઝડપાયો, અગાઉ નોંધાઈ ચૂક્યા છે 8 ગુના

સુરતમાં હવે લોકોના ઘરની સાથે ભગવાનના મંદિરોને પણ તસ્કરો નિશાને લઈ રહ્યા હોવાનું સામે આવી રહ્યું છે. કાપોદ્રા વિસ્તારમાં આવેલા હનુમાન દાદાના મંદિરમાં ચોરી થઇ હતી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી. જેના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો.

ઘંટ, દિવેટિયાની ચોરી થઈ હતી 

કાપોદ્રા વિસ્તારમાં આવેલા સૂર્યકિરણ સોસાયટીમાં આવેલા હનુમાન દાદાના મંદિરમાં ચોરીની ઘટના બની હતી. ચોરી કરનાર ચોર સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. જેના આધારે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ગણતરીનાં સમયમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપીએ મંદિરમાંથી મિશ્ર ધાતુનો ઘંટ, દિવેટિયા સહિતની વસ્તુઓની ચોરી કરી હતી. 

8 ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે

પકડાયેલા આરોપી જયેશ અશોક વાસફોડા દ્વારા ચોરી થઈ હતી. જેથી કાપોદ્રા પોલીસે ગણતરીના સમયમાં જ તેને ઝડપી લીધો હતો. જયેશ વાસફોડા સામે અગાઉ પોલીસ ચોપડે 8 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. જેમાં મારામારી, ચોરી, સ્નેચિંગ સહીત ગુનામાં આરોપી ઝડપાઈ ચુક્યો છે.

આ સમાચાર શેર કરો