સાત સમંદર પાર દેખાઈ દિવાળીની રોશની, હોંગકોંગમાં ગુજરાતીઓએ રામાયણની થીમ પર ઉજવ્યું પ્રકાશપર્વ
દિવાળીનો તહેવાર સમગ્ર ભારતની સાથે સાથે હવે દુનિયાભરમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે હોંગક

દિવાળીનો તહેવાર સમગ્ર ભારતની સાથે સાથે હવે દુનિયાભરમાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે હોંગકોંગમાં વસતા ગુજરાતીઓએ રામાયણની થીમ પર દિવાળીની ઉજવણી કરી હતી. હોંગકોંગમાં સર્જન ગ્રુપના નેજા હેઠળ હીરાના વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓએ ધમાકેદાર રીતે દિવાળીના કાર્યક્રમને ઉજવ્યો હતો. જેમાં 750થી વધુ ગુજરાતીઓએ એક છત નીચે એકઠાં થઈને અયોધ્યામાં ભગવાન શ્રી રામની પુનઃ સ્થાપ્ના પછીની દિવાળીને અનોખી રીતે ઉજવી હતી.
56 પ્રકારના વ્યંજનો ભોજનમાં
સ્ત્રી સશક્તિકરણના અભિયાનને ટેકો આપી સમગ્ર કાર્યક્રમમાં નારીશક્તિની અસીમ તાકાતનો અનુભવ મહિલાઓ દ્વારા કરાવવામાં આવ્યો હતો. રામાયણની થીમ પર ડેકોરેશનની સાથે સાથે ગુજરાતથી ગયેલા ગ્રુપ દ્વારા રામાયણના પ્રસંગોને સ્ટેજ પર રજૂ કરવામાં આવ્યાં હતાં. દિવાળી ઉજવણીના કાર્યક્રમના ભોજન સમારંભમાં 56 પ્રકારના સાત્વિક શાકાહારી વ્યંજનો, તાજા ફળોના રસ પીરસવામાં આવ્યા હતા.
ટેક્નોલોજીના સથવારે ઉજવણી
મલ્ટી મીડિયાના માધ્યમથી ઓડિયો વિઝયુઅલ ટેક્નોલોજીનો ઉપીયોગ કરીને રામ વનવાસથી લઇને સીતા હરણ, લંકા દહન અને સીતાજીની અગ્નિ પરીક્ષા સુધીના પ્રસંગો સ્ટેજ ઉપર જીવંત કરાયા હતાં. સાજે જ સ્ટેજ પર કલાકારોએ તેના અદભુત દિલધડક કૌવત સૌ કોઈના દિલ જીતી લીધા હતાં.








