ગુજરાત વિદ્યાપીઠમાં ગુજરાતી માધ્યમના વિદ્યાર્થી હવે ક્રેડિટ ગુણ માટે અંગ્રેજી શીખશે, જાણો નવું લેંગ્વેજ સિલેક્શન સ્ટ્રક્ચર
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા નવી રાષ

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો યુજી-પીજીમાં આ વર્ષથી વિધિવત અમલ શરૂ કરાયો. જેમાં વિદ્યાર્થીઓ માટે જરૂરી એબિલિટી ઍન્ડ સ્કિલ્સ કોર્સ માટે નવું લેન્ગવેજ સીલેકશન સ્ટ્રકચર તૈયાર કરાયું. નવા સ્ટ્રકચર પ્રમાણે હવેથી ગુજરાતી માઘ્યમના વિદ્યાર્થીઓ અંગ્રેજી અને અંગ્રેજી માઘ્યમના વિદ્યાર્થીઓ ગુજરાતી ભાષા ક્રેડિટ માટે શીખશે. આ સાથે જ અન્ય નવી 18 ભાષાનો પણ સમાવેશ કરાયો છે. જેને શીખી વિદ્યાર્થીઓ 18 જરુરી ક્રેડિટ મેળવી શકશે.
અપભ્રંશ અને અર્ધ માગધી સહિતની 18 ભાષાઓ વિદ્યાર્થીઓને શીખવા મળશે
ગુજરાત વિદ્યાપીઠ દ્વારા તૈયાર કરાયેલા અને શરુ થયેલા નવા લેન્ગવેજ સિલેકશન સ્ટ્રકચરમાં યુજીના વિવિધ કોર્સના વિદ્યાર્થીઓને યુજીસી ગાઇડલાઇન મુજબની જરૂરી 8 ક્રેડિટ મેળવવા માટે ભાષાનું સિલેકશન કરવા અપાશે. જેમાં ગુજરાતી સહિતના વિવિધ માઘ્યમના વિદ્યાર્થીઓ માટે અંગ્રેજી ફોર કોમિન્યુકેશન જ્યારે અંગ્રેજી સહિતના વિવિધ માઘ્યમના વિદ્યાર્થીઓ માટે વ્યવહાર ભાષા ગુજરાતી રહેશે. હવે વિદ્યાર્થીને હિન્દી, સંસ્કૃત,અંગ્રેજી અને ગુજરાતી એમ ચાર ભાષા ઉપરાંત અન્ય નવી 18 ભાષાના વિકલ્પો મળશે.
કઈ કઈ નવી ભાષાઓનો થશે સમાવેશ
વિદ્યાર્થી ચાર સેમેસ્ટર પૂરા કરે ત્યાર સુધીમાં કોઈ પણ ભાષાનું સિલેકશન કરી, તેનો કુલ 30 કલાકનો કોર્સ કરી 8 ક્રેડિટ મેળવવાની રહેશે. અન્ય નવી ભાષામાં મરાઠી, પંજાબી, મલયાલમ, કનન્ડ, તેલુગુ, તમિલ, ઉર્દુ, સિંધી, બેંગાલી, ફ્રેન્ચ, સ્પેનિશ, જર્મન, ચાઇનીઝ, જાપાનીઝ અને અપભ્રંશ, પાલી, પ્રાકૃત જેવી પુરાતત્ત્વીય ભાષાઓ પણ શીખવાડાશે. વિદ્યાર્થી યુજી કોર્સીસના અભ્યાસ સાથે જ આ ભાષાઓ શીખી શકશે. હવે તેમને આ ભાષાઓ શીખવા માટે અલગથી ફી ભરી કોર્સ કરવાની જરુર નહીં પડે.






