મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા બી.કોમના રિઝલ્ટમાં છબરડાં, 15 હજાર વિદ્યાર્થીઓનું પરિણામ બદલવું પડ્યું

ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી.કોમના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં છબરડો કરાતા સેમેસ

ગુજરાત યુનિવર્સિટીએ જાહેર કરેલા બી.કોમના રિઝલ્ટમાં છબરડાં, 15 હજાર વિદ્યાર્થીઓનું પરિણામ બદલવું પડ્યું

ગુજરાત યુનિવર્સિટી દ્વારા બી.કોમના વિદ્યાર્થીઓનું પરિણામ તૈયાર કરવામાં છબરડો કરાતા સેમેસ્ટર-4ના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓનું પરિણામ બદલવુ પડ્યું હતું.ગઈકાલે સાંજે પરિણામ ઓનલાઈન જાહેર કરાયા બાદ છબરડો ધ્યાને આવતા પાછું ખેંચી લેવામા આવ્યુ હતું અને ફરીથી તૈયાર કરીને ગઈકાલે સાંજે જાહેર કરવામાં આવ્યુ હતું

ગુજરાત યુનિવર્સિટી દ્વારા ગત જુનમાં લેવાયેલી બી.કોમ સેમેસ્ટર-4ની પરીક્ષાનું ગઈકાલે સાંજે ઓનલાઈન પરિણામ જાહેર કરાયું હતું. ન્યુ એજ્યુકેશન પોલીસી (એનઈપી) મુજબના આ વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ જાહેર કરાયા બાદ બદલવુ પડ્યુ હતું. કારણ કે પરિણામમાં માર્કસમાં ગોટાળો થયો હતો. એનઈપી મુજબની પરીક્ષાઓમાં હવે 50 માર્કસ ઈન્ટરનલના થતા 50 માર્કસ એક્સટર્નલના હોય છે અને ચાર-ચાર ક્રેડિટના સબ્જેક્ટ સાથે બે-બે ક્રેડિટના સોફ્ટ સ્કિલના બે સબ્જેક્ટની પણ કુલ 50 માર્કસની પરીક્ષા હોય છે. જેમાં 25 એટલે કે બે વિષયોમાં માર્કની અદલી બદલી થઈ ગઈ હતી. જેથી અનેક વિદ્યાર્થીઓ નાપાસ થાય તેમ હતા. પરંતુ આ ગોટાળો ધ્યાને આવતા અંતે યુનિવર્સિટી દ્વારા પરિણામ ઓનલાઈન પાછું ખેંચીને નવેસરથી તૈયાર કરાવી સુધારો કરાવી સાંજે ફરી જાહેર કરાયું હતું. આમ 15 હજાર વિદ્યાર્થીઓનું પરિણામ બદલવુ પડ્યુ હતું. અગાઉ જે પરિણામ 57 ટકા હજુ તે વધીને 73 ટકા થઈ ગયુ હતું. 

આ સમાચાર શેર કરો