મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, દ્વારકા-પોરબંદરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા

સૌરાષ્ટ્રમાં આનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યનામાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ, દ્વારકા-પોરબંદરમાં મેઘરાજા મન મુકીને વરસ્યા

સૌરાષ્ટ્રમાં આનેક જિલ્લામાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યનામાં છેલ્લા 24 કલાકમાં 122 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દેવભૂમિ દ્વારકામાં 14 ઈંચથી વધુ, પોરબંદરમાં 10 ઈંચ અને કેશોદમાં 8 ઈંચ, વંથલીમાં 7 ઈંચ, કલ્યાણપુરમાં 6 ઈંચથી વધુ વરસાદ પડ્યો છે. આ ઉપરાંત 44 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 37.42 ટકા વરસાદ નોંધાયો

ગુજરાતમાં સિઝનનો સરેરાશ 37.42 ટકા વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 54.58 ટકા, કચ્છમાં 50.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં 39.95 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં 23.86 ટકા અને પૂર્વ-મધ્ય ગુજરાતમાં સિઝનનો સરેરાશ 23.03 ટકા વરસાદ નોંધાયો છે.

આ સમાચાર શેર કરો