મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર, ચોથી મેથી શરૂ થશે વેકેશન

રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે વર્ષ 2026ના ઉનાળુ વે

Gujarat news: રાજ્યની શાળાઓમાં ઉનાળુ વેકેશન જાહેર, ચોથી મેથી શરૂ થશે વેકેશન
આ સમાચાર સાંભળો

રાજ્યની તમામ પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ માટે વર્ષ 2026ના ઉનાળુ વેકેશનની જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગના લેટેસ્ટ પરિપત્ર અનુસાર, રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને સ્વનિર્ભર શાળાઓમાં એકસમાન તારીખોએ વેકેશનનો અમલ કરવાનો રહેશે.

કુલ 35 દિવસનું વેકેશન

વેકેશનનો પ્રારંભ  04/05/2026થી ઉનાળુ વેકેશન શરૂ થશે અને 07/06/2026 સુધી વેકેશન રહેશે. જ્યારે 08/06/2026 થી શાળાઓ રાબેતા મુજબ પુનઃ શરૂ થશે. આ વર્ષે વિદ્યાર્થીઓને કુલ 35 દિવસનું વેકેશન મળશે.

પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારી (DEO) અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓને (DPEO) સંકલનમાં રહીને આ તારીખો જાહેર કરવા સૂચના અપાઈ છે. આ આદેશનો અમલ રાજ્યની તમામ સરકારી પ્રાથમિક શાળાઓ, ગ્રાન્ટેડ શાળાઓ તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિરો અને બાલ અધ્યાપન મંદિરોએ કરવાનો રહેશે.

આ સમાચાર શેર કરો