Gujarat news: PM મોદી આજે સોમનાથમાં 'શૌર્ય યાત્રા'માં જોડાશે, જાણો શું છે સમગ્ર શિડ્યુલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે..તેઓ ગઈકાલે સાંજે જ સોમનાથ પહોંચ્યા હતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે..તેઓ ગઈકાલે સાંજે જ સોમનાથ પહોંચ્યા હતા. અને રાત્રી રોકાણ સોમનાથમાં કર્યું હતું. આજે સવારે 9:45 કલાકે તેઓ સોમનાથમાં 'શૌર્ય યાત્રા'માં સહભાગી થશે અને ત્યારબાદ પ્રથમ જ્યોતિર્લિંગના સોમનાથ દાદાના દર્શન-પૂજા કરશે. બાદમાં જાહેર સભાને સંબોધશે. જાહેરસભા બાદ તેઓ સોમનાથથી સીધા રાજકોટ પહોંચશે,
બપોરે 2 વાગ્યે રીજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે.
રાજકોટમાં તેઓ બપોરે 2 વાગ્યે રીજનલ વાઇબ્રન્ટ સમિટનું ઉદ્ઘાટન કરશે. સાંજે પીએમ મોદી અમદાવાદ આવશે. જ્યાં 5:15 કલાકે મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન પરથી મેટ્રો ફેઝ-2નું લોકાર્પણ કરશે. પીએમ રાત્રિ રોકાણ રાજભવનમાં કરશે. જ્યારે આવતીકાલની વાત કરીએ તો પીએમ મોદી જર્મનીના ચાન્સેલર સાથે સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. અને સાબરમતી રિવરફ્રન્ટ પર આંતરરાષ્ટ્રીય કાઈટ ફેસ્ટીવલની મુલાકાત લેશે. મહાત્મા મંદિરમાં ભારત-જર્મની વચ્ચે દ્વિપક્ષીય બેઠકો યોજાશે..
સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ
સોમનાથ મંદિરમાં 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં સહભાગી થયા હતા જે બાદ PM મોદીએ હાથમાં ત્રિશુળ ઉપાડ્યું હતું. કાર્યક્રમ પૂર્ણ થયા પછી વડાપ્રધાન મોદી સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ માટે રવાના થયા હતા.






