Gujarat news: રાજ્યના 206 જળાશયોમાંથી 175 ડેમ 60થી100 ટકા ભરાયા, 29 ડેમ હાઈએલર્ટ પર
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો

ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યના 206 ડેમમાંથી 20 ડેમ સંપૂર્ણ ભરાયા છે અને 29 ડેમને હાઈ ઍલર્ટ આપવામાં આવ્યું છે.
43 ડેમ 70-100 ટકા, 49 ડેમ 50-70 ટકા
હવામાન વિભાગ મુજબ 06 જુલાઈ સાંજે 5 વાગ્યા સુધીના રિપોર્ટ પ્રમાણે, રાજ્યના 20 ડેમ 100 ટકા ભરાયા છે, જ્યારે 43 ડેમ 70-100 ટકા, 49 ડેમ 50-70 ટકા, 46 ડેમ 25-50 ટકા અને 48 ડેમ 25 ટકાથી નીચેના સ્તરે ભરાયેલા છે. જેમાં 29 ડેમને હાઈ ઍલર્ટ, 17 ડેમને ઍલર્ટ અને 17 ડેમને લઈને વોર્નિંગ આપવામાં આવી છે.
છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે છેલ્લા 24 કલાકમાં 204 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ અરવલ્લીના ભિલોડામાં 6.6 ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે રાજ્યના 20 ડેમ સંપૂર્ણ ભરાયા છે. જેમાં 29 ડેમને હાઈ ઍલર્ટ આપવામાં આવ્યું છે. 19 સૌરાષ્ટ્ર-કચ્છના છે અને 1 તાપીનો છે. 43 ડેમ 70થી 100 ટકા તેમજ 46 ડેમ 25 થી 50 ટકા વચ્ચે અને 48 ડેમ 25 ટકાથી ઓછા ભરાયા છે.
ભારે વરસાદને પગલે વીજપુરવઠાને અસર થતા 14332 ગામોમાં અસર થઈ
ભારે વરસાદને પગલે વીજપુરવઠાને અસર થતા 14332 ગામોમાં અસર થઈ હતી અને 20292 થાંભલા અને 1073 ટ્રાન્સફોર્મર સેન્ટરો તથા 20111 ફીડર્સને અસર થઈ હતી. ભારે વરસાદને પગલે વડોદરા સ્ટેટ હાઈવે અને છોટાઉદેપુર નેશનલ હાઈવે બંધ કરવો પડયો હતો.' બપોરે 2 વાગ્યા સુધીમાં 8 અન્ય માર્ગો અને જિલ્લા-તાલુકા-ગ્રામ પંચાયતોના 249 માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા.






