Gujarat news: 7 મહિનામાં ભૂકંપના 14 આંચકા, 7 માત્ર જુલાઈમાં જ નોંધાયા
કચ્છમાં રવિવારે વહેલી સવારે 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જાણકારોના મતે કચ્છમા

કચ્છમાં રવિવારે વહેલી સવારે 3ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. જાણકારોના મતે કચ્છમાં સૌથી વધુ ભૂકંપ ઝોન-5માં આવે છે. અહીં ભૂકંપ આવતા રહેતા હોય છે. કચ્છમાં 8થી વધુ ફોલ્ટ લાઈન સક્રિય છે. આ પૈકીના કેટલાક ફોલ્ટ એવા છે જેના તારણે ભૂંકપના આંચકાના કારણે ભૂંકપ આવતા રહે છે.
ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો
છેલ્લા થોડાક દિવસથી નોંધાઈ રહેલ ભૂકંપના આંચકાના કારણે લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. તાજેતરનાં જ કચ્છના ખાવડા નજીક 4ની તીવ્રતાનો આંચકો નોંધાયો હતો. જેની તીવ્રતા વધારે હતી. કચ્છ જિલ્લામાં મોટા ભાગના આંચકાના કેન્દ્રબિંદુ ભચાઉ, રાપર, દુધઈ નજીક નોંધાઈ રહ્યા છે. કચ્છ જિલ્લામાંથી 6થી 7 જેટલી એક્ટિવ ફોલ્ટ લાઈન આવેલી છે.






