મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત/ લોકસભા ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ; 433માંથી 328 ઉમેદવારો માન્ય, આજે ચિત્ર સ્પષ્ટ થશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ચકાસણીની કામગીરી પૂર્ણ થ

ગુજરાત/ લોકસભા ચૂંટણીમાં ફોર્મ ચકાસણી પૂર્ણ; 433માંથી 328 ઉમેદવારો માન્ય, આજે ચિત્ર સ્પષ્ટ થશે

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી તેમજ વિધાનસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ચકાસણીની કામગીરી પૂર્ણ થઇ છે. ચકાસણીના અંતે લોકસભા ચૂંટણી માટે 328, વિધાનસભા પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે.

ગાંધીનગરમાં સૌથી વધુ ઉમેદવારો

લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 તથા વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણી માટે 12થી 19 એપ્રિલ સુધી ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. જેમાં લોકસભાની ચૂંટણી માટે 433, વિધાનસભાની પેટા ચૂંટણી માટે 37 ઉમેદવારો દ્વારા ઉમેદવારીપત્ર ભરાયા હતા. 21 એપ્રિલના ઉમેદવારીપત્ર ચકાસણીના અંતે લોકસભાની ચૂંટણી માટે કુલ 328 જ્યારે વિધાનસભાની પેટા ચૂંટણી માટે 27 ઉમેદવારો માન્ય ઠર્યા છે.

ગાંધીનગર લોકસભા બેઠક પરથી સૌથી વધુ 30 જ્યારે બારડોલી લોકસભા બેઠક પરથી સૌથી ઓછા 3 ઉમેદવાર માન્ય ઠર્યા છે.

અમદાવાદ પૂર્વ માટે 23, પશ્ચિમ માટે 6 ઉમેદવાર માન્ય

અમદાવાદ પૂર્વ બેઠકમાં 34 ઉમેદવારો દ્વારા 44 ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. આ પૈકી 11 ઉમેદવારોના ઉમેદવારીપત્ર ગેરમાન્ય જ્યારે 23 ઉમેદવારો માન્ય ઠર્યા છે. બીજી તરફ અમદાવાદ પશ્ચિમમાં 12 ઉમેદવારો દ્વારા 19 ઉમેદવારીપત્ર ભરવામાં આવ્યા હતા. જેમાંથી 6 ઉમેદવારના ફોર્મ માન્ય ઠર્યા છે.

બીજી તરફ વિધાનસભાની વાત કરવામાં આવે તો વિજાપુર બેઠક પરથી સૌથી વધુ 8, માણાવદર તેમજ ખંભાત બેઠક પરથી સૌથી ઓછા ચાર ઉમેદવાર માન્ય ઠર્યા છે. સ્ક્રુટિની બાદ માન્ય થયેલા ઉમેદવારીપત્રો 22 એપ્રિલના બપોરે 3 વાગ્યા સુધી પાછા ખેંચાશે. આ પછી જ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી અને વિધાનસભાની પેટા ચૂંટણીમાં કેટલા ઉમેદવારો વચ્ચે મુકાબલો જામશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.

આ સમાચાર શેર કરો