મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ફરજમાં બેદરકારીનો સ્વીકાર કરો, રાજકોટ અગ્નિકાંડમાં હાઈકોર્ટે RMC અને કમિશ્નરને ખખડાવી નાખ્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિ કાંડ મુદ્દે હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવ

ફરજમાં બેદરકારીનો સ્વીકાર કરો, રાજકોટ અગ્નિકાંડમાં હાઈકોર્ટે RMC અને કમિશ્નરને ખખડાવી નાખ્યા

રાજકોટ TRP ગેમઝોન અગ્નિ કાંડ મુદ્દે હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કમિશનરને ખખડાવી નાખ્યા હતા તેમજ કહ્યું હતું કે ફરજમાં બેદરકારી થઈ છે તેનો સ્વીકાર કરો. 

હાઇકોર્ટે ફગાવ્યું RMCનું સોંગદનામું, કહ્યું “જવાબદારી સ્વીકારો”

હાઇકોર્ટમાં રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને સોગંદનામું રજૂ કર્યું હતું, જેમાં કહ્યું હતું કે આ ઘટનામાં RMCનીકોઈ જવાબદારી નથી. RMCનું આ સોગંદનામું ફગાવતા કોર્ટે આકરું વલણ દાખવ્યું હતું અને કહ્યું કે શું કામ કર્યું એના સોગંદનામાં કરવાં અને જસ્ટિફિકેશન આપવા કરતા કોર્ટે કરેલા હુકમના પાલન બાબતની જાણ કેમ નથી કરાઈ? ફરજમાં દાખવેલી બેદરકારી અને મોનિટરિંગના અભાવ બાદ પણ પોતાની કોઈ ભૂલ નથી તેવા સોગંદનામાં શા માટે?  ફરજમાં બેદરકારી થઈ છે તો સ્વીકાર કરી અને શુદ્ધ હૃદયથી માફી માંગવાના બદલે પોતાની કોઈ જવાબદારીમાં ચૂક નથી તેવું સોગંદનામુ જો કોર્ટ વાંચવાનું શરૂ કરશે તો પછી કોર્ટ જે નિષ્કર્ષ આપશે તેના માટે તૈયાર રહેજો. 

નવેસરથી સોગંદનામું રજૂ કરવા કોર્ટનો હુકમ 

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કરાયેલું સોગંદનામુ સ્વીકારવા કોર્ટે ઇન્કાર કરતા RMCએ સોગંદનામુ પરત ખેંચ્યું હતું. કોર્ટના હુકમ પાલન બાબતમાં લીધેલ પગલાં અને અગ્નિકાંડમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને વળતર બાબતના પગલાંઓ માટે થયેલી કામગીરી અંગેનો રિપોર્ટ નવેસરથી સોગંદનામાં પર રજૂ કરવા કોર્ટે હુકમ કર્યો છે. આગામી સુનાવણી 27 સપ્ટેમ્બરના રોજ હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો