મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કચ્છ રણોત્સવ : ટેન્ટ સીટી માટે પ્રવાસન વિભાગે કંપનીને ફાળવેલું ટેન્ડર હાઇકોર્ટે રદ્દ કર્યું

ગુજરાત ટુરિઝમનો ઘણો જ લોકપ્રિય પ્રોજેક્ટ કચ્છ રણોત્સવ આ વર્ષે અટવાયો છે. રણોત્સવનું મુ

કચ્છ રણોત્સવ : ટેન્ટ સીટી માટે પ્રવાસન વિભાગે કંપનીને ફાળવેલું ટેન્ડર હાઇકોર્ટે રદ્દ કર્યું

ગુજરાત ટુરિઝમનો ઘણો જ લોકપ્રિય પ્રોજેક્ટ કચ્છ રણોત્સવ આ વર્ષે અટવાયો છે. રણોત્સવનું મુખ્ય આકર્ષણ ટેન્ટ સીટી હોય છે. પરંતુ આ વખતે સરકારના પ્રવાસન વિભાગે રણોત્સવનું ટેન્ડર પ્રવેગ નામની કંપનીને આપ્યું હતું, જે હાઈકોર્ટે રદ કર્યું છે. ગુજરાત હાઇકોર્ટ ટેન્ડરની સમગ્ર  પ્રક્રિયા ફરીથી કરવાનો હુકમ કર્યો છે. 

ટેન્ડરની સમગ્ર  પ્રક્રિયા ફરીથી કરવાનો હુકમ

કચ્છ  રણોત્સવમાં  લલ્લુજી એન્ડ સન્સ 2013થી ટેન્ટ સીટી સહિત તમામ આયોજનો કરે છે. જો કે આ વખતે રાજ્યના પ્રવાસન વિભાગે પ્રવેગ નામની કંપનીને ટેન્ડર ફાળવતા  લલ્લુજી એન્ડ સન્સે ટેન્ડર ફાળવણીને હાઇકોર્ટમાં પડકારી હતી.

લલ્લૂજી એન્ડ સન્સે   આરોપ  લગાવ્યો હતો કે ટ્રાન્સપોર્ટના નિયમો મુજબ યોગ્ય ન હોવા છતાં અન્ય કંપનીને ટેન્ડર ફાળવી દેવામાં આવ્યું છે. કોર્ટે પ્રવેગ કંપનીને ફાળવેલું ટેન્ડર રદ્દ કરીને ટેન્ડરની સમગ્ર પ્રક્રિયા ફરીથી કરવાનો હુકમ કર્યો છે. 

ટેન્ટ બુક નહીં થાય તો સરકારની આવકમાં ઘટાડો થશે

હાઇકોર્ટના આદેશ બાદ ટેન્ડર પ્રક્રિયા ફરી કરવામાં આવશે અને તેમાં વિલંબ થશે તો લાખો પ્રવાસીઓ રઝળી પડશે, બીજી બાજુ ટેન્ટ બુક ન થવાથી સરકારની આવકમાં પણ ઘટાડો થશે. 

આ સમાચાર શેર કરો