Ahmedabad news: ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસો.એ ચીફ જસ્ટીસની બદલી માટે લખ્યો CJIને ખુલ્લો પત્ર
ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બદલી માટે CJIને ખુલ્લો પત્ર લખવ

ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસની બદલી માટે CJIને ખુલ્લો પત્ર લખવામાં આવ્યો હતો, ઉલ્લેખનીય છે કે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસો. દ્વારા CJI ગવઈને પત્ર લખવામાં આવ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ એસોએ પત્રમાં ઉલ્લેખ કર્યો છે કે ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલની નિયુક્તિ બાદ મુશ્કેલીઓ વધી છે.
ચીફ જસ્ટિસની નિયુક્તિ બાદ વકીલ અને પક્ષકારોને મુશ્કેલી પડી રહી છે
મળતા અહેવાલ પ્રમાણે ગુજરાત હાઈકોર્ટના એડવોકેટ એસોશિએશને પત્રમાં એ પણ ઉલ્લેખ કર્યો છે કે ચીફ જસ્ટિસની નિયુક્તિ બાદ વકીલ અને પક્ષકારોને મુશ્કેલી પડી રહી છે: ગુજરાત હાઈકોર્ટના 65 વર્ષના ઈતિહાસમાં આવી સ્થિતિનું નિર્માણ કયારેય નથી થયું.




