મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

8 વર્ષ જુના કેસમાં ગુજરાત હાઈકોર્ટે સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપી રાહત, જાણો વિગત

બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર

8 વર્ષ જુના કેસમાં ગુજરાત હાઈકોર્ટે સુપરસ્ટાર શાહરૂખ ખાનને આપી રાહત, જાણો વિગત

બોલિવૂડ બાદશાહ શાહરૂખ ખાનને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટી રાહત મળી છે. ગુજરાત હાઈકોર્ટે બોલિવૂડ અભિનેતા શાહરૂખ ખાન અને હિન્દી ફિલ્મ રઈસના નિર્માતાઓ સામે 8 વર્ષ જૂના માનહાનિના કેસમાં ગેંગસ્ટર અબ્દુલ લતીફના વારસદારોને વાદી તરીકે સામેલ કરવાની મંજૂરી આપતા નીચલી કોર્ટના આદેશને રદ્દ કર્યો છે. હાઈકોર્ટે નીચલી કોર્ટના નિર્ણયને રદ કર્યો છે. જાન્યુઆરી 2017માં રિલીઝ થયેલી ફિલ્મ 'રઈસ'નું એક પાત્ર અબ્દુલ લતીફ પર આધારિત હોવાનું કહેવાય છે.

આ કેસ 8 વર્ષ પહેલા નોંધવામાં આવ્યો હતો

2016માં લતીફના પુત્ર મુસ્તાક અબ્દુલ લતીફ શેખે કેસ દાખલ કર્યો હતો. જેમાં તેણે ફિલ્મ  'રઈસ' અંગે કેસ શરૂ થયાની તારીખથી 18 ટકા વ્યાજ સાથે રૂ.101 કરોડનું વળતર માંગ્યું હતું. આ કિસ્સામાં, એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ ફિલ્મે તેના પિતાની પ્રતિષ્ઠાને કલંકિત કરી છે. મુસ્તાકનું અવસાન 6 જુલાઈ, 2020ના રોજ ફિલ્મ રિલીઝ થયા બાદ થયું હતું. તેમના મૃત્યુ બાદ, મુસ્તાકની વિધવા અને બે પુત્રીઓએ બદનક્ષીના કેસમાં વાદી તરીકે જોડાવા માટે અરજી કરી હતી.

નીચલી અદાલતે આ નિર્ણય સંભળાવ્યો હતો

નીચલી કોર્ટે મુસ્તાકની વિધવા અને બે પુત્રીઓની આ કેસમાં વાદી તરીકે સામેલ કરવાની અરજી મંજૂર કરી હતી. નીચલી કોર્ટના નિર્ણયને શાહરૂખ ખાન અને અન્યોએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો. આ કેસમાં શાહરૂખ ખાન સિવાય તેની પત્ની ગૌરી ખાન, રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, એક્સેલ એન્ટરટેઈનમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ, ફરહાન જાવેદ અખ્તર અને રાહુલ ધોળકિયાએ કહ્યું હતું કે ફરિયાદીનું મૃત્યુ થઈ ગયું છે. આવી સ્થિતિમાં માનહાનિનો કેસ દાખલ કરી શકાય નહીં. જો કે, નીચલી કોર્ટે તેમની માંગને ફગાવી દીધી હતી.

આ સમાચાર શેર કરો