મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: ન્યાય અને હક માટે AMCની વિરુદ્ધ ગયેલા નિવૃત્ત કર્મચારીઓને હાઈકોર્ટે આપી મોટી રાહત

Ahmedabad News: ન્યાય અને હક માટે અમદાવાદ મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચાર

અમદાવાદ: ન્યાય અને હક માટે AMCની વિરુદ્ધ ગયેલા નિવૃત્ત કર્મચારીઓને હાઈકોર્ટે આપી મોટી રાહત

Ahmedabad News: ન્યાય અને હક માટે અમદાવાદ મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓએ હાઈકોર્ટમાં અરજી કરી હતી, જેમાં આજે ચુકાદો આપતા હાઈકોર્ટે AMCના આ નિવૃત્ત કર્મચારીની તરફેણમાં ચુકાદો આપી તેમને મોટી રાહત આપી છે. 

વર્ષ 2013માં નિવૃત્ત થયેલા અમદાવાદ મહાનગરપાલિકાના નિવૃત્ત કર્મચારીઓને પાશ્ચાત્યવર્તી અસરથી પગાર વધારા અને છઠ્ઠા પગાર પંચનો લાભ મળવાપાત્ર હોવાનું કોર્ટે ઠેરવ્યું છે. આ સાથે 1.1.2006થી કર્મચારીઓ હાયર પેસ્કેલના અધિકારી હોવાનું પણ કોર્ટે ઠેરવ્યું છે. 

કોર્ટે કહ્યું કે આવા કર્મચારીઓની 2013માં થયેલી નિવૃત્તિ બાદ પણ કોર્પોરેશન તેમના પગાર-ભથ્થા અને પગાર વધારો એરિયર્સ સાથે ચૂકવવા જવાબદાર છે. કોર્ટે રાજ્ય સરકારના કર્મચારીઓ સમકક્ષ પગાર માળખાનું પાલન કરવાના કોર્પોરેશનના જ પરિપત્રનો હવાલો આપતા ત્રણ મહિનામાં ચુકવણી કરી આપવા અમદાવાદ મહાનગરપાલિકાને આદેશ કર્યો છે. 

આ લાભો તમામ કર્મચારીઓ માટે ઉપલબ્ધ છે, પરંતુ હાલ પૂરતા કોર્ટમાં જે અરજદારોએ અરજી કરી છે તેમને જ ચુકવણી  થશે. 

આ સમાચાર શેર કરો