મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : ડો.વૈશાલી જોશી આપઘાત કેસમાં હાઇકોર્ટે PI બી. કે. ખાચરને 24 જૂન સુધી રાહત આપી

Ahmedabad News Dr.Vaishali Joshi suicide case: અમદાવાદના ચકચારી કેસ ડો.વૈશા

AHMEDABAD : ડો.વૈશાલી જોશી આપઘાત કેસમાં હાઇકોર્ટે PI બી. કે. ખાચરને 24 જૂન સુધી રાહત આપી

Ahmedabad News Dr.Vaishali Joshi suicide case: અમદાવાદના ચકચારી કેસ ડો.વૈશાલી જોશીના આત્મહત્યા કેસમાં આર્થિક ગુના નિવારણ શાખાના તત્કાલીન PI અને કેસના આરોપી બી.કે. ખાચરને  હાઇકોર્ટે આપેલી આંશિક રાહત 24 જૂન સુધી વધારવામાં આવી છે. બી.કે. ખાચરને 24 જૂન સુધી ધરપકડ સામે રાહત મળી છે. 

જો કે PI બી.કે. ખાચરે હાઇકોર્ટ સમક્ષ આગોતરા જામીન અરજી કરી છે, જેના પર હાઇકોર્ટમાં 24 જૂને સુનાવણી હાથ ધરવામાં આવશે. હાઇકોર્ટે  PI બી.કે. ખાચરને આજે પણ તપાસ એજન્સી સમક્ષ હાજર થવા અને તપાસમાં સહકાર આપવા હુકમ કર્યો છે. 

આત્મહત્યા કરનાર યુવતી ડો.વૈશાલી જોશી સાથે બાંધેલા પ્રેમસબંધ બાબતે આજે પોલીસ PI બી.કે. ખાચરની પૂછપરછ કરશે. આત્મહત્યા શા માટે કરવી પડી એના કારણો જાણવા બાબતની આજે  તપાસ કરવામાં આવશે. 

ફરાર PI બી.કે. ખાચર 15 જૂને પોલીસ સમક્ષ હાજર થયા હતા

ડો.વૈશાલી જોશી આત્મહત્યા કેસના આરોપી ફરાર પીઆઈ બી.કે.ખાચર 15 જૂનના રોજ અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.

ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનમાં PI બી.કે.ખાચર સામે 32 વર્ષીય યુવતી ડો.વૈશાલી જોશીને આત્મહત્યા માટે ઉશ્કેરવા બદલ IPCની કલમ 306 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. બી.કે.ખાચરે તેમની સામે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી. જો કે સેશન્સ કોર્ટે અરજી ફગાવતા તેમણે હાઇકોર્ટમાં આગોતરા જામીનની અરજી કરી છે. 

આરોપો ઉચ્ચ પોલીસ અધિકારી, તેને રક્ષણ ન આપી શકાય - હાઇકોર્ટ

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એમ.આર. મેંગડેએ ખાચરના વકીલની ઝાટકણી કાઢતા કહ્યું હતું કે, આરોપી પોલીસ અધિકારી હોવા છતાં તે તપાસમાં સહકાર આપવાની જવાબદારી નિભાવી રહ્યો નથી.

જસ્ટિસ મેંગડેએ કહ્યું, "આરોપી કોઈ સામાન્ય માણસ નથી પરંતુ એક ઉચ્ચ પોલીસ અધિકારી છે. તેને કોઈપણ રીતે રક્ષણ આપી શકાય નહીં, તેની તપાસ થવી જોઈએ."

6 માર્ચે ડૉ.વૈશાલી જોશીએ ક્રાઇમ બ્રાન્ચમાં કરી હતી આત્મહત્યા 

શહેરને હચમચાવી નાખનારી આ ઘટનામાં, ડૉ.વૈશાલી જોશીએ આત્મહત્યા કરી હતી અને 6 માર્ચે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જમાલપુરના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશન પરિસરમાં મૃત્યુ પામી હતી. પીઆઈ ખાચર અને ડો. જોષી પાંચ વર્ષથી રિલેશનશિપમાં હતા, પરંતુ કેટલાક વિવાદોને કારણે ખાચરે તેની સતત અવગણના કરી હતી. પોતાના સંબંધોમાં આવેલી સમસ્યાઓથી દુઃખી થઈને ડૉ.વૈશાલી જોશીએ  ક્રાઈમ બ્રાન્ચના પરિસરમાં એક બેન્ચ પર બેસીને પોતાના પગમાં ઈન્જેક્શન લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. 

આ સમાચાર શેર કરો