મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત હાઈકોર્ટે વધુ એક દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આપી મંજૂરી

ગુજરાત હાઈકોર્ટે વધુ એક દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. અમદાવાદની દુષ્કર્મ પીડિત

ગુજરાત હાઈકોર્ટે વધુ એક દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની આપી મંજૂરી

ગુજરાત હાઈકોર્ટે વધુ એક  દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી આપી છે. અમદાવાદની દુષ્કર્મ પીડિતા હાઈકોર્ટ સમક્ષ દુષ્કર્મથી ઉદ્ભવેલા ગર્ભના ગર્ભપાતની મંજૂરી આપી છે. 

પીડિતાએ 17 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી માંગી હતી 

અમદાવાદની દુષ્કર્મ પીડિતા 27 વર્ષીય યુવતીને ગર્ભપાત કરાવવાની મંજૂરી આપતા હાઈકોર્ટે નોંધ્યું કે દુષ્કર્મ પીડિતાને બાળકને જન્મ આપવો પડે તો માનસિક, શારીરિક અને સામાજિક પીડાનો સામનો કરવો પડે. આ તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને કોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી હતી. પીડિતાએ 17 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી મેળવવા માટે અરજી કરી હતી.

આ પણ વાંચો : આણંદ : ઉમરેઠમાં વ્યાજખોરોના ત્રાસથી યુવાને ઝેરી દવા પી કરી આત્મહત્યા

સોલા-હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બન્યો હતો દુષ્કર્મનો બનાવ

સોલા-હાઈકોર્ટ પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં 27 વર્ષીય યુવતી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હતો. આ મામલે ગત જૂન મહિનામાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટની જોગવાઈને ધ્યાનમાં રાખીને હાઇકોર્ટે ગર્ભપાતની મંજૂરી આપી છે. 

ગુજરાતમાં દરરોજ છ મહિલાઓ બને છે દુષ્કર્મનો ભોગ :  NCRB રિપોર્ટ

ગુજરાતમાં મહિલાઓ પર થતાં અત્યાચારને લઈને સ્થિતી ચિંતાજનક રહી છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યુરોને મતે, ગુજરાતમાં મહિલાઓની છેડતી, મારઝૂડ, હત્યા, બળાત્કાર ઉપરાંત ઘરેલુ હિંસાના કેસોમાં વધી રહ્યાં છે. દર વર્ષે મહિલા પર થતા અત્યાચારોને લઈને સાત- આઠ હજાર કેસો પોલીસ ચોપડે નોંધાઈ થઇ રહી છેકે, ગુજરાતમાં મહિલાઓ સલામત રહી નથી. નોંધનીય છેકે, વર્ષ 2018 થી માંડીને વર્ષ 2022 સુધી મહિલાઓ પર થતા અત્યાચારની કુલ મળીને 23117 કેસો નોંધાયા હતાં. 

ગુજરાતમાં બળાત્કારની ઘટના

વર્ષ બળાત્કારની ઘટનાનો આંકડો
2020-21  2076
2021-22 2239
2022-23 2209
કુલ 6524

મહિલા અત્યારચારની ઘટનાઓ

વર્ષ મહિલા અત્યાચારની ઘટના
2020-21 8024
2021-22 7348
2022-23 7731
કુલ 23117

ગુજરાતમાં વર્ષ 2020-21માં 2076, વર્ષ 2021-22માં 2239 અને વર્ષ 2022-23માં 2209 બળાત્કારની ઘટનાઓ નોંધાઈ હતી. આ ત્રણ વર્ષમાં કુલ મળીને 6524 બળાત્કારના કિસ્સા બન્યા હતાં. શાંત સલામત ગુજરાતમાં મહિને 175 બળાત્કારની ઘટનાઓ નોંધાઈ રહી છે. 

આ ઉપરાંત સામૂહિક બળાત્કારના કિસ્સાઓ પણ ગુજરાતમાં બની રહ્યા છે. છતાંય સલામત ગુજરાતના ગાણાં ગવાઈ રહ્યા છે. જેમકે,  વર્ષ 2020-21માં ગુજરાતમાં સામૂહિક બળાત્કારના 27, વર્ષ 2021-22માં 32 અને વર્ષ 2022-23માં 36 કેસ નોંધાયા હતા. ગુજરાતમાં મહિને બે સામૂહિક બળાત્કાર થાય છે. 

આ સમાચાર શેર કરો