મહાકુંભ જવા માટે ગુજરાત સરકાર 5 નવી બસો શરૂ કરાશે, જાણો ક્યારથી શરૂ થશે બુકિંગ
ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્ય

ગુજરાતના શ્રદ્ધાળુઓને પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની પવિત્ર ડુબકી માટે રાજ્ય સરકાર દ્વારા આ સેવાનો વ્યાપ વધારવા નિર્ણય લેવામાં આવ્યો છે. 4 ફેબ્રુઆરીથી 5 નવી બસો શરૂ કરવામાં આવી છે. જેમાં અમદાવાદ, વડોદરા અને રાજકોટથી 1થી વધુ, સુરતથી 2 બસો શરૂ કરવામાં આવશે. આ બસોનું ઓનલાઇન બુકિંગ આજે (2 ફેબ્રુઆરી) સાંજે 5 વાગ્યાથી એસ.ટી નિગમની વેબસાઇટ પરથી કરી શકાશે.
4 ફેબ્રુઆરીથી 5 નવી બસો શરૂ કરવામાં આવી
સુરત તથા રાજકોટ ખાતેથી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા બારણ (MP Border) ખાતે કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ અને વડોદરા ખાતેથી શરુ કરવામાં આવનાર બસોને પ્રથમ અને ત્રીજી રાત્રીએ રહેવાની વ્યવસ્થા શિવપુરી (MP) ખાતે કરવામાં આવી છે.
વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે
શરુ થનાર નવીન તમામ 5 બસો માટે પ્રયાગરાજ મુકામે રહેવાની વ્યવસ્થા યાત્રિકો દ્વારા પોતાની રીતે કરવાની રહેશે. પ્રતિ વ્યક્તિ પેકેજ, અમદાવાદથી રૂ. 7800, સુરતથી 8300, વડોદરાથી 8200 તથા રાજકોટથી 8800 નક્કી કરવામાં આવ્યું છે. આ નવી બસનું ઓનલાઇન બુકિંગ આજે 2 ફેબ્રુઆરી 2025 ના રોજ સાંજે 5 કલાક થી એસ.ટી નિગમની વેબસાઈટ http://gsrtc.in પરથી થઇ શકશે.






