મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી : ધારી ગ્રામ પંચાયત બની ધારી નગરપાલિકા, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

અમરેલી જિલ્લાના ધરી તાલુકાની ધારી ગ્રામ પંચાયતને ગુજરાત સરકારે નગરપાલિકાનો દરજ્જો આપ્ય

અમરેલી : ધારી ગ્રામ પંચાયત બની ધારી નગરપાલિકા, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

અમરેલી જિલ્લાના ધરી તાલુકાની ધારી ગ્રામ પંચાયતને ગુજરાત સરકારે નગરપાલિકાનો દરજ્જો આપ્યો છે. આ અંગેની જાહેરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટ કરીને કરી છે. 

ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે

ધારી ગ્રામ પંચાયતમાં ધારીની આસપાસના પ્રેમપરા, હરિપરા, વેકરીયાપરા, નવાપરા-લાઈનપરા જૂથ ગ્રામપંચાયત ભેળવી દઈને ધારી નગરપાલિકાની રચના કરવામાં આવશે. આ સાથે ધારી નગરપાલિકા રાજ્યની 160મી નગરપાલિકા બનશે. 

અમરેલી જિલ્લાનું ધારી આંબરડી સફારી પાર્ક તથા પ્રાચીન ગળધરા ખોડીયાર માતા મંદિરથી નજીક છે, વળી, ધારીમાં ગીર પૂર્વ અભયારણ્ય અને જંગલ વિસ્તાર આવેલા હોઈ મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. 

પ્રવાસીઓને વધુ સુવિધાઓ મળી રહે તેમજ સ્થાનિક રોજગારી સાથે આર્થિક-સામાજિક જીવનમાં પણ ઉન્નતિ થાય તેવા ધ્યેય સાથે ધારીને નગરપાલિકાનો દરજ્જો આપવાનો નિર્ણય કર્યો છે.

ઈડર નગરપાલિકામાં નવા વિસ્તારોનો સમાવેશ

આ ઉપરાંત, સાબરકાંઠાની ઈડર નગરપાલિકામાં જવાનપુરા-સદાતપુરા ગામ અને સોસાયટી વિસ્તારનો પણ સમાવેશ કરવાની દરખાસ્તને અનુમતિ આપી છે.

આના પરિણામે ઈડર શહેરનો વિસ્તાર વ્યાપ હવે વધવાથી ટી.પી. સ્કીમ કે ડેવલપમેન્ટ પ્લાન સરળતાએ થઈ શકશે તેમજ સમગ્ર વિસ્તારના વિકાસને વેગ મળશે.

આ સમાચાર શેર કરો