VIDEO : ગુજરાતના નાયબ મુખ્યમંત્રીએ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે ધૂળેટીની ઉજવણી કરી
સુરતમાં રંગોત્સવના પર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંવેદનાસભર ઉજવણી
સુરતમાં રંગોત્સવના પર્વે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સંવેદનાસભર ઉજવણી કરી છે. હર્ષ સંઘવીએ શહેરના વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ વડીલો સાથે રંગોથી રમીને ધૂળેટીની ઉજવણી કરી હતી. તેમણે વૃદ્ધાઓને ગુલાલ લગાવી તેમના આશીર્વાદ મેળવ્યા હતા અને તેમની સાથે સમય વિતાવી ખુશીઓ વહેંચી હતી.એક તરફ આખું શહેર જ્યારે મસ્તીના રંગમાં છે, ત્યારે મંત્રીએ વડીલો સાથે ઉજવણી કરી સમાજમાં એક સુંદર સંદેશ આપ્યો છે.




