મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાત કોંગ્રેસે 2027 વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી, પ્રિયંકા ગાંધી સંભાળી શકે છે જવાબદારી

ગુજરાત કોંગ્રેસે 2027માં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શક્તિસિંહ ગોહિલની આગેવાન

ગુજરાત કોંગ્રેસે 2027 વિધાનસભાની તૈયારીઓ શરૂ કરી, પ્રિયંકા ગાંધી સંભાળી શકે છે જવાબદારી

ગુજરાત કોંગ્રેસે 2027માં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. શક્તિસિંહ ગોહિલની આગેવાનીમાં લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રદર્શન સુધર્યું છે. આગામની દિવસોમાં પ્રિયંકા ગાંધી ગુજરાત કોંગ્રેસની જવાબદારી સંભાળી શકે છે. મહત્ત્વપૂર્ણ છે કે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ એક બેઠક (બનાસકાંઠા) જીતવામાં સફળ થયું છે.

ગુજરાતે 2027 વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી

ઉત્તર પ્રદેશની જેમ કોંગ્રેસને બુથ સ્તરે મજબૂત કરવા માટે પ્રિયંકા ગાંધી ગુજરાત કોંગ્રેસની કમાન સંભાળી શકે છે. શક્તિ સિંહ ગોહિલે મોવડી મંડળ પાસે જે પણ જવાબદારી મળશે તે નિભાવવા તૈયારી દર્શાવી છે. આગામી વિધાનસભાની 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્યનો હવાલો પ્રિયંકા ગાંધી સંભાળશે. 

શક્તિસિંહને હરિયાણાના પ્રભારી બનાવવાની માંગ

ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલને હરિયાણાના પ્રભારી બનાવવાની માંગ થઇ રહી છે. આ પહેલા શક્તિસિંહ હરિયાણાના પ્રભારી રહી ચુક્યા છે અને તેમના કાર્યકાળ દરમિયાન હરિયાણામાં કોંગ્રેસનું પ્રદર્શન પણ સુધર્યુ છે. હવે ફરીથી વિધાનસભા ચૂંટણી પહેલા શક્તિસિંહ ગોહિલને હરિયાણાના પ્રભારી બનાવવાની માંગ થઇ રહી છે. 

હરિયાણાના પ્રદેશ પ્રભારી બનાવવાની માંગ થતા ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, "હું પાર્ટીનો સૈનિક છું, મને કોંગ્રેસમાં જે જવાબદારી સોપાશે તે નીભાવવા માટે તૈયાર છું."

લોકસભામાં ગુજરાતમાં કોંગ્રેસ 10 વર્ષ બાદ એક બેઠક જીત્યું

ગુજરાતની લોકસભાની 26 બેઠકમાંથી કોંગ્રેસને માત્ર એક જ બેઠક પર જીત મળી છે. બનાસકાંઠા બેઠક જીતીને પણ કોંગ્રેસ એટલી ખુશ છે જેમ તેને ભાજપ કરતા પણ વધારે બેઠક મળી હોય. 10 વર્ષ બાદ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં ખાતું ખોલવામાં સફળ રહી છે. બનાસકાંઠા બેઠક પર કોંગ્રેસના ગેનીબેન ઠાકોરે ભાજપના રેખાબેન ચૌધરીને હરાવ્યા હતા. સીઆર પાટિલના દરેક બેઠક પર પાંચ લાખથી જીતવાના ટાર્ગેટમાં ભાજપ સફળ રહી શક્યુ નથી. ભાજપને માત્ર ત્રણ-ચાર બેઠક પર જ પાંચ લાખથી વધુની લીડ મળી હતી.

ગુજરાતમાં ભાજપને હરાવીશું- રાહુલ ગાંધી

સંસદના વિશેષ સત્ર દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે આ વખતની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ ગુજરાતમાં ભાજપને હરાવશે. 

આ સમાચાર શેર કરો