ગુજરાત કોંગ્રેસે દિવાળી પહેલા સંગઠનમાં મોટા ફેરફાર કર્યા, જાણો કોને સોંપાઈ વિવિધ જવાબદારી
ગુજરાત કોંગ્રેસે દિવાળી પહેલા મોટા પાય

ગુજરાત કોંગ્રેસે દિવાળી પહેલા મોટા પાયે વિવિધ ફેરફાર કર્યા છે. મળતા અહેવાલ પ્રમાણે અમદાવાદના સંગઠનમાં ગુજરાત કોંગ્રેસે દિવાળી પહેલા સંગઠનમાં ફેરફાર કર્યા છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા (14 ઓક્ટોબર) અમદાવાદ જિલ્લાના 6 શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. જેમાં સાણંદ, વિરમગામ, બાવળા, બારેજા, ધોળકા અને ધંધુકાના નવા શહેર પ્રમુખના નામની જાહેરાત કરાઈ છે.
જિલ્લાના 6 શહેર પ્રમુખની નિમણૂક કરવામાં આવી
જેમાં સાણંદ શહેર પ્રમુખ તરીકે શક્તિસિંહ ઝાલા, બાવળા શહેર પ્રમુખ તરીકે રાકેશ ભરવાડ, બારેજા શહેર પ્રમુખ તરીકે અજીત ઠાકોર, વિરમગામ શહેર પ્રમુખ તરીકે સુધીર રાવલ, ધોળકા શહેર પ્રમુખ તરીકે દિનેશ મકવાણા અને ધંધુકા શહેર પ્રમુખ તરીકે દેવાભાઈ ઠાકોરની નિમણૂક કરાઈ છે.




