Gujarat કોંગ્રેસના નેતાઓઓને દિલ્હીનું તેડું, કોંગ્રેસ પ્રમુખ ખડગે અને રાહુલ ગાંધી સાથે કરી મુલાકાત
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓઓને દિલ્હીનું તેડું

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસના નેતાઓઓને દિલ્હીનું તેડું આવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, વિધાનસભામાં પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી, સાંસદ શક્તિસિંહ ગોહિલ, સિદ્ધાર્થ પટેલ સહિતના નેતાઓએ રાહુલ અને મલ્લિકાર્જુન ખડગે સાથે મુલાકાત કરી છે.
દિલ્હીની બેઠકમાં જગદીશ ઠાકોર, પરેશ ધાનાણી, ભરતસિંહ સોલંકી પણ ગયા હતા. સંગઠન મહામંત્રી કે.સી વેણુગોપાલ અને પ્રભારી મુકુલ વાસનિકની હાજરીમાં વિપક્ષ તરીકે કોંગ્રેસની કથળતી સ્થિતિ અંગે મંથન થયું હતું.




