મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ભારત સરકારના કેન્દ્રીય બજેટ અંગે ગુજરાતના મુખ્યમંત્રી તથા નાણામંત્રીએ આપી પ્રતિક્રિયા

કેન્દ્રીય બજેટ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પ્રતિક્રિયા આપ

ભારત સરકારના કેન્દ્રીય બજેટ અંગે ગુજરાતના મુખ્યમંત્રી તથા નાણામંત્રીએ આપી પ્રતિક્રિયા

કેન્દ્રીય બજેટ અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી. તેમણે કહ્યું કે, ભારતના વિકાસ માટે નવી ચેતના આપતું બજેટ છે. જેમાં કૃષિ, MSME, રોકાણ અને નિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલું બજેટ 'વિકસિત ભારત @ 2047' ના સંકલ્પને પૂર્ણ કરવા માટે નવી ચેતના આપતું બજેટ છે.

ગરીબો, યુવાનો, ખેડૂતો અને મહિલા સશક્તિકરણ પર આધારિત વિકાસને વધુ વેગ આપવા માટે, આ બજેટ ચાર સ્તંભો પર ધ્યાન કેન્દ્રિત કરે છે - કૃષિ, MSME, રોકાણ અને નિકાસ. ભારતને વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનાવવાના સંકલ્પ સાથે આત્મનિર્ભર ભારતના મંત્રને સાકાર કરનારા આ બજેટ માટે હું માનનીય પ્રધાનમંત્રી અને માનનીય નાણામંત્રીને અભિનંદન આપું છું.

ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેન્દ્ર સરકારના બજેટને લઈ આપી પ્રતિક્રિયા

આ સાથે ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ કેન્દ્ર સરકારના બજેટને લઈ કેટલીક બાબતો જણાવી હતી. વલસાડ જિલ્લાના ઉમરગામ ખાતે એક ગ્રામપંચાયતના મકાનના લોકાર્પણ કરવા નાણામંત્રીએ હાજરી આપી હતી. આજે રજુ થયેલા બજેટમા કોને કેટલો લાભ મળશે તે અંગે હવે ચર્ચાનો દોર શરૂ થયો છે. નોકરિયાત વર્ગને મોટી રાહત મળે તેવી બાબતો કેન્દ્ર સરકારના બજેટમાં જણાવવામાં આવી છે. ગુજરાત વિકાસની દિશામા આગળ વધી રહેલું રાજ્ય હોવાથી અહીં આ બજેટ પર વિશેષ નજર રહી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આ બજેટને લઈ કેટલીક મહત્વની બાબતો જણાવી હતી. વિકાસલક્ષી અને તમામ પાસાઓને આવરી લેનારા આ બજેટથી ગુજરાતના નાણામંત્રીએ આનંદની લાગણી અનુભવી છે.

આ સમાચાર શેર કરો