GST Scam Ahmedabad: આયર્ન અને સ્ટીલના ટ્રેડિંગમાં કરોડોના બોગસ વ્યવહારો, 2 શખ્સો જેલહવાલે
Ahmedabad GST Scam: સ્ટેટ GST વિભાગે અમદાવાદમાં એક મોટા બોગસ

Ahmedabad GST Scam: સ્ટેટ GST વિભાગે અમદાવાદમાં એક મોટા બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. શહેરના એક જાણીતા ફાર્મા ગ્રુપ દ્વારા આયર્ન અને સ્ટીલનું ટ્રેડિંગ બતાવીને કુલ રૂપિયા 114.89 કરોડના બોગસ વ્યવહારો કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. આ કૌભાંડ દ્વારા સરકારને રૂપિયા 20.68 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટ (ITC) નું નુકસાન પહોંચાડવામાં આવ્યું છે.
ટેકનોલૉજીએ પકડી ચોરી
આ કૌભાંડની સૌથી ચોંકાવનારી વિગત એ છે કે જીએસટી વિભાગે એડવાન્સ ડેટા એનાલિટિક્સ, RFID (Radio Frequency Identification) અને ટોલનાકા પરના ડેટાનો ઉપયોગ કર્યો હતો. તપાસમાં બહાર આવ્યું કે જે ટ્રકો દ્વારા માલની હેરફેર બતાવવામાં આવી હતી, તે ટ્રકો હકીકતમાં હાઈવે કે ટોલનાકા સુધી પહોંચ્યા જ નહોતા. માત્ર કાગળ પર જ માલની અવરજવર બતાવીને કરોડોના બોગસ બિલ બનાવવામાં આવ્યા હતા.
તપાસનો વ્યાપ
સ્ટેટ GST દ્વારા અમદાવાદમાં વિવિધ 14 લોકેશનની 32 પ્રીમાઈસિસમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આ ગૃપ ફાર્મા ક્ષેત્રે જોડાયેલું હોવા છતાં આયર્ન અને સ્ટીલના નામે ખોટા વ્યવહારો બતાવી રહ્યું હતું. હાલમાં વિભાગે આ મામલે 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને વધુ તપાસ ચાલુ છે.






