આદિત્ય-જીગરદાન ગઢવીના ગરબામાં GSTના દરોડા, અમદાવાદ-સુરતમાં કાર્યવાહી
રાજ્યભરમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અમદાવાદ- સુરત જેવા શહેરોમાં નવરાત

રાજ્યભરમાં નવરાત્રિની ધામધૂમથી ઉજવણી થઈ રહી છે. અમદાવાદ- સુરત જેવા શહેરોમાં નવરાત્રિમાં ખાનગી પાર્ટી પ્લોટોમાં મોટા પાયે કોમર્શિયલ ગરબાનું આયોજન થાય છે. ખાનગી પાર્ટી પ્લોટોમાં ગરબા આયોજકો બેફામ કિંમતે પાસ વેચતા હોવાની માહિતી મળતાં GSTની ટીમે દરોડા પાડ્યા છે. અમદાવાદમાં આદિત્ય ગઢવી, જીગરદાન ગઢવી અને પૂર્વા મંત્રીના ગરબામાં રેડ પડીછે.
નવરાત્રિમાં કોમર્શિયલ ગરબામાં બેફામ વેચાતા પાસને લઇ GST વિભાગ એક્શનમાં આવ્યું છે. રંગ મોરલા, સુવર્ણા અને સ્વર્ણિમ નગરી ગરબામાં GSTની ટીમે દરોડા પાડ્યા છે. અમદાવાદમાં 8થી વધુ જગ્યાએ રેડ પડી હોવાના સમાચાર છે. તો સુરતમાં પણ ગરબા આયોજકોને ત્યાં દરોડા પડ્યા છે. ગરબા આયોજકો નિયત કરેલા ભાવ કરતા વધુ ભાવ લેતા રેડ પડી હોવાના સમાચાર છે.




