મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Amreli news : ફટાકડાની દુકાન અને ગોડાઉનમાં GSTના દરોડા, કરોડોનો બેનામી વ્યવહાર ઝડપાય તેવી આશંકા

ગુજરાતમાં GSTના દરોડા પડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે&

Amreli news : ફટાકડાની દુકાન અને ગોડાઉનમાં GSTના દરોડા, કરોડોનો બેનામી વ્યવહાર ઝડપાય તેવી આશંકા

ગુજરાતમાં GSTના દરોડા પડ્યા છે. મળતા અહેવાલ પ્રમાણે  દિવાળી પૂર્વે અમરેલીમાં ફટાકડા વેચાણકારો માટે મુશ્કેલી ઉભી થઈ છે. માવાણીભાઈ ફટાકડા વાળાની દુકાન અને લાઠી રોડ પર આવેલા ગોડાઉન પર GST વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે.અધિકારીઓએ દુકાનનું શટર બંધ કરીને અંદર તપાસ શરૂ કરી હતી.

વેચાણમાં કરચોરીની શંકાને લઈ દરોડા પાડવામાં આવ્યા

મળતી માહિતી મુજબ, વેચાણમાં કરચોરીની શંકાને લઈ દરોડા પાડવામાં આવ્યા છે.દિવાળીની માહોલ વચ્ચે GSTની કાર્યવાહીથી શહેરના અન્ય ફટાકડા વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો છે. દરોડા દરમિયાન આવક-જાવકના દસ્તાવેજો અને જથ્થા અંગેની વિગતો તપાસવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો