મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં GST અને ક્રાઇમ બ્રાન્ચના દરોડા, ભાજપ ધારાસભ્યની ઓફીસે પણ પહોંચી ટીમ

અમદાવાદ: બોગસ પેઢી બનાવવા મામલે GST અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સવાર

રાજ્યમાં GST અને ક્રાઇમ બ્રાન્ચના દરોડા, ભાજપ ધારાસભ્યની ઓફીસે પણ પહોંચી ટીમ

અમદાવાદ: બોગસ પેઢી બનાવવા મામલે GST અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા સવારથી તપાસ કરવામાં આવી રહી છે જેમાં મળતી વિગતો મુજબ તપાસ કરનારી ટીમ સૌરાષ્ટ્રમાં એક ભાજપના ધારાસભ્યની ઓફીસે પણ પહોંચી હતી.

ક્રાઇમ બ્રાંચ દ્વારા રાજ્યવ્યાપી દરોડા કરવામાં આવ્યા હતા. GST ચોરીને લઈ મળેલી ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જૂનાગઢ, ગીર - સોમનાથ, સુરત, અમદાવાદ અને ભાવનગરમાં દરોડા પાડ્યા હતા. કુલ 10 સ્થળો પર તપાસ ચાલી રહી છે.

 2023માં બોગસ પેઢી બનાવી કરોડોની કરી ઠગાઈ આચરવામાં આવી હતી. જીએસટી વિભાગની ફરિયાદ બાદ ક્રાઈમ બ્રાન્ચે આરોપીઓની ધરપકડ માટે કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો