Patan news: ભોજન ખાધા બાદ રૂપિયાની લેતી દેતી બાબતે જૂથ અથડામણ, 6 શખ્સોની કરાઇ અટકાયત
પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. ઠાકોર અને લઘુમતી કોમન

પાટણ જિલ્લાના હારીજ તાલુકાના અડિયા ગામે જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે. ઠાકોર અને લઘુમતી કોમના ટોળાં વચ્ચે જૂથ અથડામણ થતાં લઘુમતી સમાજના 7 લોકો સામે નામજોગ અને 20થી વધુ લોકોના ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં 6 શખ્સોને રાઉન્ડ અપ કરી વધુ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો
પ્રાપ્ત માહિતી મુજબ અડિયા ગામના હાઇવે પર લઘુમતી સમાજની નોનવેજની દુકાને ભોજન ખાધા બાદ રૂપિયાની લેતી દેતી બાબતે લઘુમતી અને ઠાકોર સમાજના લોકો વચ્ચે જૂથ અથડામણ થયું છે. આ બનાવમાં ઠાકોર સમાજના બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. બનાવની ગંભીરતાને જોઈ પોલીસે મોડી રાતથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. જૂથ અથડામણ થતાં લઘુમતી સમાજના 7 લોકો સામે નામજોગ અને 20થી વધુ લોકોના ટોળાં વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. આ બનાવમાં 6 શખ્સોની અટકાયત કરાઈ છે.




