મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Sabarkantha news: સરવણા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી, કોલલેટર ન આપતા વિદ્યાર્થીઓ પરીક્ષાથી રહ્યા વંચિત

હિંમતનગર સરવણા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. નવોદયની પરીક્ષામાં કોલલેટ

Sabarkantha news: સરવણા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી, કોલલેટર ન આપતા વિદ્યાર્થીઓ પરીક્ષાથી રહ્યા વંચિત

હિંમતનગર સરવણા પ્રાથમિક શાળાની ઘોર બેદરકારી સામે આવી છે. નવોદયની પરીક્ષામાં કોલલેટર ન આપતા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા. વાલીઓએ આક્ષેપ કર્યા કે સ્કૂલની બેદરકારીના કારણે બાળકો પરીક્ષાથી વંચિત રહી જતાં જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઇ છે. 

સ્કૂલની બેદરકારીના કારણે બાળકો પરીક્ષાથી વંચિત રહ્યા

સાબરકાંઠાના હિંમતનગર સરવણા પ્રાથમિક શાળામાં નવોદયની પરીક્ષામાં કોલલેટર ન આપતા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા હતા. સરવણા શાળામાં અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને પરીક્ષા માટે હિમ્મત હાઈસ્કુલમાં પહોંચવાનું હતું. કોલલેટર મોડેથી મળતા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી શક્યા નહી. વાલીઓએ આક્ષેપ કર્યા કે સ્કૂલની બેદરકારીના કારણે બાળકો પરીક્ષાથી વંચિત રહ્યા. જવાબદાર શિક્ષકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શિક્ષણ વિભાગ પાસે માંગ કરી છે.

આ સમાચાર શેર કરો