છોટાઉદેપુરમાં MGVCLની ઘોર બેદરકારી, નમેલા થાંભલાના વાયર અડકતાં ટ્રેક્ટરમાં સવાર મહિલાનું મોત
છોટાઉદેપુર જિલ્લો છેવાડાનો જિલ્લો છે. ત્યારે અહિં તંત્ર દ્વારા કોઈ ધ્

છોટાઉદેપુર જિલ્લો છેવાડાનો જિલ્લો છે. ત્યારે અહિં તંત્ર દ્વારા કોઈ ધ્યાન ન અપાતું હોવાનું સામે આવ્યું છે. એમજીવીસીએલ ઈલેક્ટ્રિક પૂરવઠો સપ્લાય કરતી કંપનીની પણ ઘોર બેદરકારી સામે આવી છે. થાંભલાઓનું યોગ્ય મેન્ટેન્સ ન થતું હોવાથી એક મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ પણ વાંચો: કચ્છ: તહેવાર ટાણે જ પરિવારમાં માતમ, માંડવીના દરિયામાં ન્હાવા પડેલા પિતા-પુત્રનું ડૂબવાથી મોત
થાંભલાના જીવંત વાયર અડકતાં મોત
છોટાઉદેપરના કોરાજ ગામે MGVCLની ઘોર બેદરકારી સામે આવી છે. બપોરના સમયે ખેતરમાંથી ટ્રેક્ટરમાં ઘાસ ચારો ભરીને એક કુમિતાબેન અમરાતભાઈ નાયક જઈ રહ્યાં હતાં. આ દરમિયાન કુમિતાબેનને નમેલા થાંભલાના જીવંત ઈલેક્ટ્રિક વાયર અડકી ગયા હતાં. જેથી મહિલાને શોક લાગ્યો હતો. જેથી તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.
તંત્રએ હાથ ધરી તપાસ
MGVCL દ્વારા કોરાજ ગામની સીમમાં ખેતરમાં નમેલ થાંભલા સીધા ન કરતા વાયરો નીચે લટકતા હોવાથી કરંટ લાગ્યો હતો. MGVCL દ્વારા યોગ્ય મેન્ટેનન્સ ન કરતા લોકો તેનો ભોગ બને છે. ઘટનાને પગલે તેજગઢ MGVCLના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. મહિલાનો મૃતદેહ છોટાઉદેપુર હોસ્પિટલમાં પી.એમ અર્થે ખસેડવામાં આવ્યો છે. હાલ સમગ્ર દુર્ઘટનાને લઈને તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.








