મુંબઈથી વિહાર કરીને પરમ પૂજ્ય આચાર્ય યશોવિજયસુરી મહારાજ સચિન પહોંચતા વધામણાં, સુરતમાં યોજાશે દિક્ષા
સુરતમાં દિક્ષા મહોત્સવ યોજાનાર છે. આગામી દિવસોમાં વેસુ ખાતે 14-15 ડિસેમ્બરના રોજ&

સુરતમાં દિક્ષા મહોત્સવ યોજાનાર છે. આગામી દિવસોમાં વેસુ ખાતે 14-15 ડિસેમ્બરના રોજ મુમુક્ષુરત્ન ભાગ્યકુમાર અને કુળ દીપીકા શેલ્વીકુમારી આદિ 9 - 9 મુમુક્ષોની ભાગવતી પ્રવજ્યા તથા ત્રણ શ્રમણ ભગવંતના ગણીપદ પ્રદાન થનાર છે. ત્યારે અહોભાગ્યમ પરાયાત્રામાં પધારવા માટે મુંબઈથી વિહાર કરીને ભક્તિયોગાચાર્ય પૂજય આચાર્ય ભગવંત શ્રી યશોવિજયસુરી મહારાજા આદિ થાણા આજે સચિન ખાતે પ્રવેશ કર્યો હતો. જ્યાં વાવ નિવાસી મહેતા ચંપાબેન શાંતિલાલ ધરમચંદભાઈ પરિવારના પિયુષભાઈ શાંતિલાલ મહેતા પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. તેમણે આચાર્ય ભગવંત યશોવિજયસુરી મહારાજા આદિ થાણા સચિન ખાતે વધામણા કર્યા હતા.




