મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ચૈતર વસાવાને રાહત આપીએ તો સમાજમાં ખોટો સંદેશ જશે: હાઈકોર્ટ

અમદાવાદ : "કાયદો સર્વોપરી છે અને કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી"

ચૈતર વસાવાને રાહત આપીએ તો સમાજમાં ખોટો સંદેશ જશે: હાઈકોર્ટ

અમદાવાદ : "કાયદો સર્વોપરી છે અને કોઇ પણ વ્યક્તિ કાયદાથી ઉપર નથી" તેવી કડક ટિપ્પણી સાથે ગુજરાત હાઈકોર્ટે MLA ચૈતર વસાવાને મોટો ઝટકો આપ્યો છે. હાઈકોર્ટે ચૈતર વસાવાને રાહત આપવાનો ઇન્કાર કરતાં સેશન્સ કોર્ટના ચુકાદા બાદ જામીન આપવાની માંગણી ફગાવી દીધી છે.

સુનાવણી દરમિયાન હાઈકોર્ટે નોંધ્યું કે જો આરોપીને રાહત આપવામાં આવે તો સમાજમાં ખોટો સંદેશ જઈ શકે છે. કાયદાનું શાસન જળવાઈ રહે તે જરૂરી હોવાનું પણ કોર્ટે સ્પષ્ટ કર્યું.

રાજ્ય સરકાર તરફથી કરવામાં આવેલી એવી રજૂઆત કે ચૈતર વસાવા વારંવાર ગુના કરવાની આદત ધરાવે છે, તેને પણ હાઈકોર્ટે ધ્યાનમાં લીધી છે. હાઈકોર્ટના આ નિર્ણયથી ચૈતર વસાવાને મોટો કાનૂની ઝટકો લાગ્યો છે.

આ સમાચાર શેર કરો